જામનગર શહેરમાં પંચ બી પોલીસ સ્ટેશનના અને જામજોધપુરના આઠ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પંચ બી પોલીસ સ્ટેશનના જૂગારના ગુનામાં તથા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જૂગારના ગુનામાં આઠ માસથી નાસતા ફરતા જામજોધપુરના ગુલાબ ઉર્ફે ચોટી બાવાલાલ સિહોરા નામનો નાસતો ફરતો આરોપી લાલપુર બાયપાસ પાસે પુલના છેડે હોવાની એલસીબીન ઋષિરાજસિંહ વાળા, હરદીપ બારડ અને મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી લાલપુર બાયપાસ પાસેથી ગુલાબને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.