Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયલોકોના સુખ-દુ:ખ જાણવા નિક્ળ્યા ભગવાન જગન્નાથ

લોકોના સુખ-દુ:ખ જાણવા નિક્ળ્યા ભગવાન જગન્નાથ

- Advertisement -
જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથના જયઘોષ સાથે અમદાવાદમાં આજે સવારે 146મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. હૈયે-હૈયું દળાય તેવી ભીડ અને લોખંડી સુરક્ષા વચ્ચે ભગવાના જગન્નાથ ભાઇ બલભદ્ર, બહેન સુભદ્રા લોકોના સુખદુ:ખ જાણવા માટે નગરચર્યાએ નિકળ્યાં હતા. પુરા દમામ સાથે નિકળેલી ભગવાનની રથયાત્રાને લોકોએ હર્ષભેર વધાવી હતી. આ અગાઉ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે પરિવાર સાથે ભગવાનની મંગળા આરતી કરી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે પહિન્દ વિધી કરાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહયા હતા. રથયાત્રામાં માટે મુસ્લિમ સમાજ દ્વારા પણ દુહા માંગવામાં આવી હતી. જયારે પ્રસાદ માટે તેલના ડબ્બાઓ આપવામાં આવ્યા હતા.
146 મી રથયાત્રા પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈ કાલે જ મંદિરમાં પોહચી પૂજા અને આરતિવિધીનો લાભ લીધો હતો, આજે સવારે 7 વાગે રથયાત્રા પહિંદવિધિ બાદ ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી દ્વારા ગુજરાતના તમામ નાગરીકોને અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી.
ગુલાબી વાઘામાં નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગર ચર્યાએ નીકળ્યા તે પહેલા મંદિરમાં વહેલી સવારથી ધાર્મિક વિધિ શરૂ થયેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવેલ. મુસ્લિમ સમાજના દ્વારા પણ રથ યાત્રામાં શાંતિ રહે તેવી દુવા માંગવામાં આવી હોવાનું અને સારંગપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા તેલના ડબ્બા પ્રસાદ માટે આપ્યા હતા પોલીસ કમિશનર પ્રેમવિરસિહ, એડી.સીપી નીરજ બડ ગુજ્જરના માર્ગ દર્શન હેઠળ કોમી એકતા માટે અદભુત પ્રયાસ કરી ગૃહ મંત્રીએ જેની નોંધ લીધી તેવા ડીસીપી જયદીપસિહ જાડેજા દ્વારા જણાવાયું છે.એસીપી અજયસિંહ જાડેજા ટીમની જહેમત રંગ લાવી છે.
અત્રે એ યાદ રહે કે મંદિર પરિસરમાં તમામ વિધિ સમયસર શરૂ થયેલ જે નોંધપાત્ર છે. 4:44એ ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાયો હતો. જગન્નાથ મંદિરના દ્વારે ભકતોની ભારે ભીડ જોવા મળી છે. 5:30 એ ભગવાન જગન્નાથને રથમાં બેસાવડવામાં આવ્યા હતા. જેની 5 મિનિટ બાદ બહેન સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્યા હતા. 5:50એ ભાઇ બલરામને પણ રથમાં બેસાડવામાં આવ્યા હતા. આ સાથે જ 6:45એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જગન્નાથ મંદિર આવી પહોંચ્યા હતા અને 7 વાગ્યે મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular