Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયઆભાર ગુજરાત: પ્રધાનમંત્રીનું ટ્વીટ

આભાર ગુજરાત: પ્રધાનમંત્રીનું ટ્વીટ

- Advertisement -

ગુજરાતની છ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનાં જ્વલંત વિજય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરનાં માધ્યમથી ગુજરાતની જનતાનો આભાર પ્રગટ કર્યો હતો અને લખ્યું હતું કે, શુક્રિયા ગુજરાત. રાજ્યની સ્થાનિક ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટરૂપે લોકોમાં વિકાસ અને સુશાસનની રાજનીતિ પ્રત્યે અતૂટ વિશ્વાસને પ્રગટ કરે છે. ભાજપ ઉપર ફરીથી ભરોસો કરવાં માટે રાજ્યની જનતાનો હું આભારી છું. ભવ્ય વિજય માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,’ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ સહિત તમામ ઉર્જાવાન કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ટ્વીટ કરીને મતદારોએ આ ભવ્ય વિજય અપાવીને ગુજરાત ભારતીય જનતાપાર્ટીનો ગઢ છે તે ફરી વખત સાબિત કર્યું હોવાનું જણાવ્યું હતું. મુખ્યપ્રધાને 6 મહાનગરોમાં મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એન્ટીઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ પડતો નથી. તેઓ અભ્યાસ કરવાનો વિષય મતદારો જનતા જનાર્દને રાજકીય વિશ્લેષકોનો પૂરો પાડયો છે. ભાજપમાં મુકેલા વિશ્વાસને ભાજપા એળે નહીં જવા દે. આવનારા દિવસોમાં 6 મનપામાં વિકાસ માટે કોઇ કચાશ રાખવામાં આવશે નહીં.

- Advertisement -

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસયાત્રા જારી છે. આ જીત ઐતિહાસિક છે. જ્યારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનો આ ઐતિહાસિક વિજય પ્રદેશની જનતાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનકલ્યાણકારી અને વિકાસોન્મુખ નીતિઓમાં શ્રદ્ધા બતાવે છે.

બીજીબાજુ ગુજરાતમાં વાયા સુરત શાનદાર એન્ટ્રી કરનાર આમઆદમી પાર્ટીનાં પ્રમુખ અરવિંદ કેજરીવાલ પક્ષનાં પ્રદર્શનથી ગદગદ થયા છે અને તેમણે 26મી જાન્યુઆરીએ સુરતમાં રોડ-શો યોજીને ગુજરાતની જનતાને ધન્યવાદ પાઠવવાનું જાહેર કર્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular