એલોન મસ્કની આગેવાની હેઠળ અમેરિકન ઈલેકટ્રીક કાર કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરવા જઈ રહી છે ટેસ્લા ભારતમાં તેનું સતાવાર સંચાલન શરૂ કરવા જઈ રહી છે અને કંપનીનો પહેલો શોરૂમ મુંબઇમાં ખુલશે.
ભારતમાં ટેસ્લાનો પહેલો શોરૂમ 15 જુલાઈના રોજ મુંબઇના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેકસ ખાતે ખુલશે.આ શોરૂમ ખુલવાની સાથે ટેસ્લા દક્ષિણ એશિયામાં ઔપચારિક પ્રવેશ કરશે. લગભગ 4000 ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલો ટેસ્લાનો આ પહેલો શોરૂમ ભારતમાં કામગીરીની શરૂઆત કરશે. મુંબઇમાં શોરૂમનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ શોરૂમ ગ્રાહકો માટે ટેસ્લાના ‘અનુભવ કેન્દ્ર’ તરીકે કામ કરશે. જેમાં ગ્રાહકોને ટેસ્લાની નજીકથી જોવા અને સમજવાની તક મળશે. ટેસ્લા ભારતમાં ડાયરેકટ ટુ કસ્ટમર રિટેલ મોડેલ સાથે વેચાણ કરશે. પરંતુ, બ્રાન્ડ પાસે વેચાણ પછીની સહાય માટે સ્થાનિક ભાગીદારો પણ હશે. જે વેચાણ પછીની સહાય પુરી પાડશે.
મુંબઇ બાદ દિલ્હીમાં આગાહી શો-રૂમ ખુલશે. ટેસ્લાએ મુંબઇ અને પુણેમાં વિવિધ પોસ્ટસ માટે ખાલી જગ્યાઓ પણ બહાર પાડી હતી. ટેસ્લાની પ્રખ્યાત ઈલેકટ્રીક SUV- મોડેલ Y રીઅર વ્હીલ ડ્રાઈવ ચીનમાં ટેસ્લાની ફેકટરીમાંથી ભારત મોકલવામાં આવી છે. મોડેલ Y વિશ્વમાં સૌથી વધુ વેચાણી ઇલેકટ્રીક કારમાની એક છે અને સંભવત કંપની આ કાર સાથે ભારતમાં તેની સફર શરૂ કરી શકે છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર ટેસ્લા એ અમેરિકા, ચીન અને નેધરલેન્ડમાંથી સુપરચાર્જર કમ્પોનન્ટસ, કાર એસેસરીઝ, મર્ચેન્ડાઈઝ અને સ્પેરપાટ્સ પણ આયાત કર્યા છે. ટેસ્લા શકય તેટલી વહેલી તકે વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટો મોબાઇલ બજાર એટલે કે ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. સત્તાવાર રીતે પહેલી કારની કિંમત જાહેર નથી થઈ જો કે, લોન્ચ થયા પછી જ કિંમત વિશે જાણી શકાશે. કેન્દ્રીય ભારે ઉદ્યોગમંત્રી એચડી કુમાર સ્વામીએ ગયા મહિને મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેસ્લાની પ્રાથમિકતા ભારતમાં તેના શો-રૂમનો વિસ્તાર કરવાની છે. ટેસ્લાએ બહુ ઓછો રસ દાખવ્યો હોવા છતાં ઘણી વૈશ્વિક બ્રાન્ડસ જેવી કે હુન્ડાઇ, મર્સિડીઝ, બેન્ઝ, સ્કોડા અને કિયાએ ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી છે.


