Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVIDEO : જામનગરમાં રખડતા ઢોરનો આતંક

VIDEO : જામનગરમાં રખડતા ઢોરનો આતંક

નવાગામ ઘેડના ઈન્દીરા સોસાયટીમાં રખડતા ઢોરએ એક વ્યક્તિને હડફેટે લેતા ગંભીર ઈજા : 108 મારફત હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

જામનગર શહેરમાં રખડતા ઢોરની વર્ષો જૂની સમસ્યા લોકો માટે સીરદર્દ સમાન બની ગઈ છે. રખડતા ઢોરને કારણે કેટલાય લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચવાના બનાવો બન્યા છે. રખડતા ઢોરનો જામનગરમાં ત્રાસ સતત વધી રહ્યો છે. આવી વધુ એક ઘટના સામે આવી છે. જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રખડતા ઢોરએ એક આધેડને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી છે. મોડી રાત્રે નવાગામ ઘેડમાં આવેલ ઈન્દીરા સોસાયટીમાં રખડતા ઢોરે એક નાગરિક ઉપર હુમલો કરતા નાગરિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ફરી એક વખત રખડતા ઢોરે શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ઈન્દીરા સોસાયટીમાં એક વ્યક્તિને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જામનગરમાં રખડતા ઢોરનો અનેક લોકો શિકાર બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોય, લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. થોડા સમય પૂર્વે શહેરના ચૌહાણફળી વિસ્તારમાં પણ આવી જ ઘટના બની હતી. આમ છતાં હજુ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જામનગરના લગભગ તમામ વિસ્તારોમાં માર્ગો પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળતો હોય છે. જામનગર શહેરના રાજમાર્ગો પર વર્ષોથી રહેલી વણઉકેલી સમસ્યા રખઢતા ઢોરને કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે તેમજ રખડતા ઢોર નાગરિકોને હડફેટે લેતા હોય છે. જેમાં અનેક શહેરીજનોના ભોગ લેવાયાની ઘટનાઓ પણ બની ચૂકી છે.

- Advertisement -

જામનગર શહેરમાં નવાગામ ઘેડમાં આવેલ ઈન્દીરા સોસાયટીમાં ગઈકાલે રખડતા ઢોરે આતંક મચાવતા નાગરિકને હડફેટે લીધા હતાં. આ વિસ્તારમાં આ ઘટનાને પગલે દોડધામ મચી હતી. લોકોને રખડતા ઢોરના આતંકથી નાગરિકને બચાવવા પ્રયાસો કર્યા હતાં. આ ઘટનાની જાણ થતા વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને આ અંગે તાકિદે મહાનગરપાલિકામાં જાણ કરી રખડતા ઢોરને પકડવા માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular