જામનગર શહેર નજીક આવેલી ઠેબા ચોકડી પાસેની જય ચાવંડ ટીમ્બર નામની લાકડાના કૃષિ સાધનો બનાવતી ફેકટરીમાં ગત્રાત્રિના સમયે એકાએક આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરની ટીમએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.
View this post on Instagram
મળતી વિગત મુજબ જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલી જય ચાવંડ ટીમ્બર નામની ફેકટરીમાં લાકડાના કૃષિ સાધનો બનાવવામાં આવે છે. દરમ્યાન શુક્રવારે રાત્રિના સમયે ફેકટરીમાં આગ ભભૂકી હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લાકડાના કૃષિ સાધનો બનાવતી ફેકટરીમાં લાગેલી વિકરાળ આગના કારણે આજુબાજુના વિસ્તારમાં અફડાતફડી જેવો માહોલ થઇ ગયો હતો. આ આગના ધૂમાડા દૂર દૂરથી જોવા મળી રહ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. ત્રણ ફાયર ફાઇટરો દ્વારા આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, રાતનો સમય હોવાથી સદ્ભાગ્યે જાનહાનિ ટળી હતી.


