Tuesday, December 24, 2024
Homeરાજ્યભાણવડની સગીરા પર દુષ્કર્મના આરોપીને દસ વર્ષની કેદ

ભાણવડની સગીરા પર દુષ્કર્મના આરોપીને દસ વર્ષની કેદ

- Advertisement -

ભાણવડ તાલુકાના ખરાવાડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની આશરે 14 વર્ષની સગીર પુત્રીને એક આસામીની વાડીમાં રહી મજૂરી કામ કરતો વિજય ભીખુભાઈ ઝિંઝુવાડીયા (રહે. મુળ ધ્રાફા) નામના શખ્સ દ્વારા 1 ડિસેમ્બર 2020 ના રોજ લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ જતા સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

આ પ્રકરણ અંગે તપાસનીસ અધિકારી પી.આઈ. વી.વી. વાગડિયા દ્વારા આરોપીની અટકાયત કરી, વધુ તપાસ બાદ તેની સામે દુષ્કર્મ એક્ટની કલમનો ઉમેરો કરી તેની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણ સંદર્ભેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આ કેસમાં કુલ 19 સાહેદોની કરવામાં આવેલી તપાસ તેમજ ફરિયાદી, ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની, ઉપરાંત સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી વિજય ભીખુભાઈ ઝીંઝુવાડીયાને અદાલતે તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત વિક્ટીમ કમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂપિયા અઢી લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular