ખંભાળિયા પોલીસ દ્વારા શનિવારે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના વડત્રા ગામની સીમમાં આવેલી કરાર વાડી વિસ્તારમાં સરકારી ખરાબમાં બેસી અને ચાર્જિંગ લેમ્પના અજવાળે ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમીએ રહેલા રામશી દેશુર ચાવડા, રણજીતસિંહ જીવુભા જાડેજા, દીપસંગ નાથુભા જાડેજા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, જયદીપસિંહ નટુભા જાડેજા અને ગિરિરાજસિંહ વજેસંગ જાડેજા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
દરોડા દરમિયાન આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 16,800 રોકડા તથા રૂપિયા 55,000 ની કિંમતના ચાર મોટરસાયકલ તથા ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 87,350 નો મુદ્દા માલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત ભાણવડ તાલુકાના ઢેબર ગામે શનિવારે રાત્રે જુગાર રમી રહેલા કાસમ ઈબ્રાહીમ હિંગોરા, યુનુસ મામદ હિંગોરા અને જાનમામદ ઓસમાણ હિંગોરા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, પોલીસ રૂપિયા 4,290 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
ભાણવડ ટાઉન વિસ્તારમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર રમી રહેલા ઈમ્તિયાઝ નુરમામદ ગજણ નામના શખ્સને વરલીના સાહિત્ય તથા રૂપિયા 4,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં લાલપુર તાલુકાના રહીશ ઈરફાન, રૂપામોરા ખાતે રહેતા દિનેશ અને વિજયપુર ગામે રહેતા ભીખુભાઈ નામના ત્રણ શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. જે સંદર્ભે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.