Tuesday, December 16, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમંદિરો પિકનિક કે પર્યટન સ્થળ નથી : મદ્રાસ હાઈકોર્ટ

મંદિરો પિકનિક કે પર્યટન સ્થળ નથી : મદ્રાસ હાઈકોર્ટ

બિન હિન્દુઓને મંદિરમાં ‘નો એન્ટ્રી’

મદ્રાસ હાઈકોર્ટે મંદિરમાં પ્રવેશને લઈને એક મોટો ફેસલો આપ્યો હતો કે મંદિર કોઈ પર્યટક કે પિકનિક સ્થળ નથી એટલે બિનહિન્દુ તમિલનાડુના મંદિરોમાં પ્રવેશ નહીં કરી શકે. હાઈકોર્ટે કહ્યું હતું કે જો બિનહિન્દુ મંદિરોમાં પ્રવેશ કરે છે તો તેણે અન્ડર ટેકીંગ આપવી પડશે કે તે દેવી-દેવતાઓમાં વિશ્વાસ કરે છે અને હિન્દુ ધર્મની પરંપરાઓનું પાલન કરવા માટે તૈયાર છે. હાઈકોર્ટ તમિલનાડુના હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગને રાજયના બધા મંદિરોમાં બોર્ડ લગાવવોના નિર્દેશ આપ્યો છે.

- Advertisement -

મદ્રાસ હાઈકોર્ટની ન્યાયમૂર્તિ એસ. શ્રીમતીએ આ નિર્ણય કર્યો છે.આ આદેશ ડિંડીગુલ જિલ્લાના પલાનીમાં ધંડાયુધાપાની સ્વામી મંદિરમાં માત્ર હિન્દુઓને પ્રવેશની અનુમતી આપવા માટે ડી. સેંથીલકુમારની અરજી પર આપ્યો છે.

મંદિરની તળેટીમાં એક દુકાન ચલાવનાર અરજદારે કહ્યું હતું કે કેટલાક બિન હિન્દુઓએ મંદિરમાં જબરદસ્તીથી પ્રવેશ કરવાની કોશિષ કરી હતી. તેઓ ત્યાં પિકનિક ઉજવવા આવ્યા હતા. અધિકારીઓ સાથે દલીલ દરમિયાન કહ્યું હતું કે આ એક પર્યટન સ્થળ છે. અહીં કયાંય લખ્યું નથી કે બિન હિન્દુઓને પ્રવેશની મંજૂરી નથી.

- Advertisement -

સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ભગવાન મુરુગનની પૂજા બિન હિન્દુઓ પણ કરે છે. એક ધર્મ નિરપેક્ષ રાજય હોવાને નાતે બંધારણ અંતર્ગત નાગરિકોના અધિકારો નિશ્ર્ચિત કરવા સરકારની સાથે સાથે મંદિર પ્રશાસનનું પણ કર્તવ્ય છે. સરકારે તર્ક આપ્યો હતો કે આ તેમના અધિકારોથી વિપરિત પણ છે. જોકે અદાલતે સરકારનો તર્ક ફગાવી દીધો હતો. અને કહ્યું હતું કે હિન્દુઓની ભાવનાનું શું?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular