Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારજામનગર-દ્વારકાના કલેકટરોની બદલી

જામનગર-દ્વારકાના કલેકટરોની બદલી

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલલાના કલેકટર સહિત રાજયના પ0 જેટલા આઇએએસ અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા આ બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જામનગરના કલેકટર બી.એ. શાહને વડોદરાના કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. જયારે દેવભૂમિ દ્વારકાના કલેકટર તરીકે જી.ટી. પંડયાની નિયુકિત કરવામાં આવી છે. જામનગરમાં બીએ શાહની જગ્યાએ હાલ કોઇ નિમણુંક આપવામાં આવી નથી.

- Advertisement -

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ એક ન સ્થળે 3 કે તેનાથી વધુ વર્ષથી ફરજ બજાવતા સનદી સહિતના અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના ભાગરૂપે આ બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. આ બદલીના હુકમોમાં અનેક શહેરોના કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના કલાસ 1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે પૈકી અનેકને સચિવાલયમાં પણ મુકવામાં આવ્યા છે.

જામનગરના કલેકટર બી,એ,શાહ વડોદરાના કલેકટર બન્યા છે જયારે મોરબીના કાલેકટર જીટી પંડ્યા દ્વારકાના કલેકટર બન્યા છે તેમજ રાજકોટના ડીડીઓ દેવ ચૌધરી અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બન્યા છે ડોક્ટર ઓમપ્રકાશ જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે જયારે જીએસ પ્રજાપતિ મોરબીના ડીડીઓ બન્યાછે ,રાજકોટના આસિસ્ટંટ કલેકટર દેવહુતિની બનાસકાંઠા પાલનપુર બદલી કરાઈ છે.ગઈકાલે રાજ્યમાં થયેલા જુદાજુદા ઓર્ડરોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકેની જવાબદારી જી.ટી. પંડ્યાને સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકામાં વિવિધ મહત્વની કામગીરી તેમજ પારદર્શક વહીવટ માટે અશોકકુમાર શર્માની પ્રશંસા થઈ રહી છે. એટલું જ નહીં લોકાભિમુખ વહીવટ અને સામાન્ય જનતાના કામ પણ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવા બદલ લોકોમાં તેમની સરાહના થઈ રહી છે. આગામી દિવસોમાં તેમના પ્રમોશન સાથેનો ઓર્ડર થવાની સંભાવના છે.

- Advertisement -

વર્ષ 2013 થી જામનગરથી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવામાં આવેલા નવમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ફરજ બચાવી ચૂકેલા કુલ નવ પૈકી પાંચ કલેકટર બ્રાહ્મણ જ્ઞાતિના છે. એટલું જ નહીં, આ પાંચમાંથી ત્રણ કલેક્ટર પંડ્યા સરનેમ ધરાવે છે. વર્ષ 2013 ના માં અહીંના પ્રથમ જિલ્લા કલેકટર તરીકે ડી.પી. જોશી હતા. ત્યારબાદ એસ.કે. પંડ્યા, એમ.એ. પંડ્યા, તત્કાલીન કલેકટર અશોક શર્મા અને હવે જી.ટી. પંડ્યા એમ 11 વર્ષમાં નવ પૈકી પાંચ જિલ્લા કલેકટરો ભૂદેવ રહ્યા છે. જે બાબત પણ નોંધનીય ગણાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular