Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બે સ્થળોએ બીએપીએસ દ્વારા મંદિર નિર્માણ કાર્ય સંપન્ન

જામનગરમાં બે સ્થળોએ બીએપીએસ દ્વારા મંદિર નિર્માણ કાર્ય સંપન્ન

- Advertisement -

પરમપૂજય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તિર્થભૂમિ જામનગરમાં અંબર ચાર રસ્તા અને વિભાપરમાં બે નૂતન મંદિરનું નિર્માણ કાર્ય સ્થાનિક ભકતોની સેવાથી સંપન્ન થયું હતું.

- Advertisement -

મંદિર મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે વિવિધ કાર્યક્રમો થયા હતાં. જેમાં તા.05 થી તા.09 દરમિયાન શ્રીમદ્ ભાગવત પારાયણ થઈ. તા.10 ના રોજ સવારે 7 થી 12 વિશ્ર્વશાંતિ મહાયાગ થયો. જેમાં 525 યજમાનોએ યજ્ઞમાં બેસી લાભ લીધો હતો. તા.10 ના સાંજે 04 થી07 દરમિયાન જામનગરના રાજમાર્ગ ઉપર મૂર્તિઓની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. તા.11 ના રોજ વિભાપર અને તા.12 ના રોજ અંબર ચાર રસ્તા ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પૂજય યજ્ઞેશ્ર્વરસ્વામીના પવિત્ર હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. આ પાવન પ્રસંગે છ હજારથી વધુ ભકતોએ દર્શન બાદ મહાપ્રસાદ અંગીકાર કર્યો હતો. સ્થાનિક પૂજય સંતો અને સ્વયંસેવકોની સેવાથી કાર્યક્રમ દીપી ઉઠયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular