Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરકેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં શિક્ષકોને સીપીઆરની તાલિમ અપાઇ

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં શિક્ષકોને સીપીઆરની તાલિમ અપાઇ

- Advertisement -

ગુજરાત સરકારના શિક્ષણ અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ તેમજ એમ.પી. શાહ મેડિકલ કોલેજ જામનગર અને જી.જી. હોસ્પિટલ તેમજ ડોકટર સેલ ભાજપના સહયોગથી શિક્ષણ વિભાગ દ્વારા આજના સમયમાં યુવાનોમાં વધી રહેલ હૃદયરોગના હુમલાઓ તથા કાર્ડિયાક એરેસ્ટની પ્રાથમિક સારવાર કરી શકાય તેવા હેતુથી શિક્ષકો માટે સીપીઆર તાલિમનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 4000 જેટલા શિક્ષકોએ તાલિમ મેળવી હતી.

- Advertisement -

કાર્યક્રમનું ઉદ્ઘાટન દિપ પ્રગટયથી કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ડોકટર સેલના ક્ધવીનર આર.ટી. જાડેજા, ડો. વિનોદ ભંડેરી, મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા તેમજ ડીન ડો. નંદિનીબેન દેસાઇ વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન ડો. આર.ટી. જાડેજાએ અને આભારવિધિ શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ કરી હતી. ફાલ્ગુનીબેન પટેલ તેમજ એજ્યુ. ઇન્સ્પેકટ ભેંસદડીયા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર. હડિયાએ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ વિવિધ શૈક્ષણિક સંઘના આગેવાનો મહેશભાઇ મુંગરા, જયકુમાર રાઠોડ, રાજેન્દ્રસિંહ જાડેજા, આદેશભાઇ મહેતા, ઘનશ્યામસિંહ ઝાલા, રજનીભાઇ મેસવાણીયા, કનુભાઇ મકવાણા, રવિન્દ્રભાઇ પાલ અને એમ.પી. વરમોરાએ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular