Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયકરણી સેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધ

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધ

- Advertisement -

રાજસ્થાનમાં ગઈકાલે રાષ્ટ્રીય રાજપૂતકરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના જ નિવાસે બે શુટરોએ પોઈન્ટ બ્લેક રેન્જથી ચાર ગોળીઓ ધરબી દઈને કરેલી હત્યાના પગલે ગઈકાલે સાંજથી જ રાજસ્થાન ઉપરાંત દેશના અનેક ભાગોમાં રાજપૂત સમુદાયમાં જબરો આક્રોશ ફાટી નીકળ્યો તો રાજસ્થાનમાં રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોએ આપેલા બંધના એલાનની વ્યાપક અસર છે તથા જયપુર સહિત રાજયના મોટાભાગના ક્ષેત્રોમાં શાળા-કોલેજ બંધ છે તથા અનેક વ્યાપારી સંગઠનો પણ બંધમાં જોડાય છે

- Advertisement -

તો આ હત્યાના આક્રોશમાં આજે બંધ સમયે જયપુર સહિતના રાજયના અનેક શહેરોમાં હિંસાના સંકેત છે અને બસો તથા ખાનગી વાહનો પણ સળગાવાયા હોવાના અહેવાલ છે. હજુ સુધી આ હત્યાને ઠંડે કલેજે અંજામ આપનાર બે શુટરો હજું પોલીસથી દુર રહ્યા છે તેમાં હરિયાણા તરફ નાસી છુટયા હોવાના અહેવાલ બાદ પોલીસે તે દિશામાં ટુકડીઓ દોડાવી છે તો બીજી તરફ રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ મહીપાલસિંહના ગઈકાલે હોસ્પીટલ પહોંચ્યા બાદ બંધનું એલાન આપતા આક્ષેપ કર્યો કે પોલીસની બેપરવાહીથી આ હત્યા થઈ છે. તેઓએ આક્રોશ સાથે જણાવ્યું કે જો આરોપીઓ ઝડપાશે નહી તો અમો નવી સરકારને શપથ લેવા દેશું નહી અને જરૂર પડે ભારત બંધનું એલાન પણ આપીશું. બીજી તરફ આજે બંધના પ્રારંભથી જ જયપુરમાં જબરો તનાવ સર્જાઈ ગયો હતો. જયપુરમાં અનેક સ્થળોએ લોકોએ સડકો પર આવી ચકકાજામ કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular