અનેક પ્રયાસો છતાં જામનગર શહેરમાં રઝળતા ઢોરની સમસ્યા ઉકેલવામાં જામ્યુકોનું તંત્ર નિષ્ફળ રહ્યું છે.
શહેરના માર્ગો પરથી ઢોરને અન્યત્ર ખદેડવા માટે રાખવામાં આવેલા 30 જેટલા રોજમદારો પણ ટૂંકા પડયા છે. ઢોરની સમસ્યા ઉકેલાવાના બદલે ફરીથી વકરી રહી હોય તેમ શહેરના મુખ્ય માર્ગો પર એટલી જ સંખ્યામાં રઝળતા ઢોરના અડીંગા જોવા મળી રહ્યાં છે. જેને લઇને શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક વખત નાગરિકો ઢોરના ત્રાસનો ભોગ બની રહ્યાં હોવા છતાં જામ્યુકોનું તંત્ર કોઇ નક્કર નિરાકરણ લાવી શકયું નથી. જેને લઇને શહેરીજનોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.