દેશભક્તિના રંગે રંગાયેલા ભાણવડ શહેરમાં તાલુકાકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
આ તિરંગા યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય મૂળુભાઈ બેરા, જિલ્લા ચૂંટણી અધિકારી, મામલતદાર, ભાજપના આગેવાનો, શહેરના અગ્રણીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
View this post on Instagram
હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભારત માતાના જયઘોષથી સમગ્ર ભાણવડ શહેરને ગુંજતું કરી દીધું હતું. યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને તિરંગાની શાન સાથે રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.


