Sunday, September 8, 2024
Homeબિઝનેસનિપ્પોન ઇન્ડીયા મ્યુચ્યુંઅલ ફંડ દ્વારા પોર્ટફોલીયો ડાયવર્સીફિકેશન ની આકર્ષક તક એટલે નિપ્પોન...

નિપ્પોન ઇન્ડીયા મ્યુચ્યુંઅલ ફંડ દ્વારા પોર્ટફોલીયો ડાયવર્સીફિકેશન ની આકર્ષક તક એટલે નિપ્પોન ઇન્ડીયા તાઇવાન ઇકિવટી ફંડ

- Advertisement -

ભારતીય રીટેલ રોકાણકારો તેમના ઇક્વિટીના પોર્ટફોલિયોને ઇક્વિટી માર્કેટમાં મંદીના જોખમ સામે રોકાણ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્વેસ્ટમેન્ટ કરી વૈશ્વિકરણ કરવા માટે વધુ ને વધુ પ્રયાસ કરી રહ્યા છે.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રોકાણ કરતી વખતે વૈશ્વીક અભિગમ અપનાવવો જોઈએ. માત્ર USAની માર્કેટ પર ધ્યાન રાખીશું તો માત્ર ટેકનોલોજી થી થનાર નફાનો ભાગ મેળવી શકીશું. પરંતુ અન્ય ચાવીરૂપ ઉત્પાદન બજારમાં રહેલી નફાની ઉપયોગીતા સમજી અને તેમાં રહેલી ભવિષ્યની તકોનો અભ્યાસ કરી તેમને ઇક્વિટી પોર્ટફોલિઓમાં ઉમેરીશુ તો તેમને થનાર નફા નો પણ ભાગ મેળવી શકીશું. આવુજ એક ઉત્પાદન ક્ષેત્રનું આગવું માર્કેટ છે – તાઇવાન. તેના લોજીસ્ટિક અને સિસ્ટેમિક લાભોને આભારી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વૈશ્વિક આગેવાનોમાં સ્થાન ધરાવે છે.

MSCI…. ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સ દ્વારા તેને દ્રિતીય સર્વાધિક ભાર અપાયો છે અને IMD વર્લ્ડ ડીજીટલ કમ્પેટીવનેસ રેન્કિંગ 2021 માં 8 મો ક્રમ અપાયો છે. તાઇવાન પાસે નીચેની વિશેષતાઓ છે જે તેને વિશ્વના અન્ય દેશ કરતા વધુ અગ્રણ્ય સ્થાન ઈલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્ર આપે છે.

- Advertisement -
  1. વૈશ્વિક સેમીકંડકટર ઉદ્યોગ માં અગ્રણ્ય સ્થાન.
  2. મજબુત વિજ્ઞાન અને ટેકનોલોજીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર.
  3. સતત વધતી ચિપ્સ ની ડીમાંડ સામે સતત ઉત્પાદન વધારતો એક માત્ર દેશ.

તાઇવાન વૈશ્ર્વિક સેમી કંડકટર બજારમાં મુખ્ય ઉત્પાદક ખેલાડી છે અને સતત વધતી વૈશ્ર્વિક માગનો મુખ્ય લાભાર્થી છે.

સેમિકંડક્ટર્સ (અથવા ચિપ્સ) એ એન્જિન છે જે આજના ડીજીટલ માહિતી યુગમાં ટ્રાન્સફોર્મેશન ચલાવે છે. સેમીકંડકટર એડવાન્સ કોમ્યુનિકેશન, કમ્પ્યુટીંગ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટશન, ભવિષ્યની તકનીકો જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કવોન્ટમ કમ્પ્યુટીંગ એડવાન્સ વાયરલેસ નેટવર્કિંગ વગેરે માં તેમનો ઉપયોગ સતત વધી રહ્યો છે. વૈશ્ર્વિક સેમિકંડકટર માર્કેટનું કદ 2020 માં યુએસ$ 466 બિલિયન હતું. માંગ સતત વધી રહી છે. અને આવનારા સમય માં 18% ના દરે માંગ વધવાનો અણસાર છે.

- Advertisement -

તાઇવાનમાં રોકાણની તકો

  1. ટેકનોલોજી તાકાત : તાઇવાન પાસે એક સુસ્થાપિત સેમીકંડકટર સપ્લાય ચેઈન છે અને તે સિલિકોન વેફર, કસ્ટમ આઈસી ફેબ્રિકેશન, આઇસી ટેસ્ટીંગ અને પેકેજીંગ વગેરે સહિત દરેક સેમીકંડકટર સબ-સેક્ટરમાં વિશ્વભરમાં નંબર 1 કે 2 નું સ્થાન ધરાવે છે. તાઇવાન સેમિકંડકટર કોન્ટ્રાકટ મેન્યુફેક્ચરિંગ 52% બજાર હિસ્સો ધરાવે છે. તાઇવાનનો સેમિકંડકટર ઉઘોગ IC ફાઉન્ડ્રી, પેકેજીંગ અને પરીક્ષણ સેવાઓમાં અગ્રણી બજાર હિસ્સો ધરાવે છે અને ડિઝાઈન સેવાઓ અને વ્યાપક બજાર હિસ્સાની દષ્ટિએ યુએસ પછી બીજા ક્રમે છે.

 

  1. આર્થિક લાભ : તાઇવાનનો જીડીપી ભૂતકાળમાં સતત વધ્યો છે. તાઇવાન નિકાસલક્ષી અર્થવ્યવસ્થા હોવાથી, સારા નિકાસ પ્રદર્શન અને મજબૂત સ્થાનિક રોકાણો આર્થિક વૃધ્ધિને ટેકો આપશે કારણ કે દેશો ફરી ખુલશે. સપ્ટેમ્બરમાં તાઇવાનનું વિદેશી હૂંડિયામણ અનામત વૈશ્વિક સ્તરે પાંચમું સોથી મોટું સ્થાન જાળવી રાખી US$ 545 બિલિયન પર પહોંચી ગયું. મજબૂત એફએકસ અનામત સ્થિર રોકાણ વાતાવરણનું સમર્થન કરે છે.

 

  1. રોકાણની તક : મજબૂત નિકાસથી કોપોર્રેટ નફામાં વધારો થયો અને 2021 Q2 માં 92.5% વધ્યો. તાઇવાન એકસચેન્જ માટે 12 મહિનાનો ફોરવર્ડ પ્રાઇસ/અનિંગ રેશિયો 13 હતો. જે છેલ્લા એક દાયકામાં 15 ની એતિહાસીક સરેરાશ કરતા ઓછો હતો.

નિપોન ઇન્ડીયા તાઇવાન ઇકિવટી ફંડ સેકાણ વ્યુહરચના : રોકાણ 3 Ms ના આધારે લાંબા ગાળાના ક્ષિતિજ સાથે કરવામાં આવશે. સફળ બિઝનેસ મોડલમાંથી પ્રબળ બજારનો હિસ્સો, સામુહિક માંગથી મોટું બજાર. શ્રેષ્ઠ તકનીક અથવા ઉચ્ચ પ્રવેશ અવરોધથી ટકાઉ ઉચ્ચ માર્જીન ધરાવતી કંપનીઓમાં રોકાણ.

ફંડ મલ્ટીકેપ રોકાણ વ્યુહરચનાનું પાલન કરશે પોર્ટફોલીયો વૃધ્ધિ અને મૂલ્યના શેરોનું મિશ્રણ હશે નવી. ટેકનોલોજી વલણો પર ફોકસ રહેશે. ફંડમાં એક સ્ટોકમાં 10% કરતા ઓછું રેકાણ હશે.

નિપ્પોન ઇન્ડિયા તાઇવાન ઇકિવટી ફંડમાં શા માટે રોકાણ કરો ?

તાઇવાન સેમીકંડકટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉઘોગ પર વૈશ્વિક રમત છે. ટેક-મેન્યુફેક્ચરિંગ એ એક વિશાળ અને ઝડપથી વિકસતો વિસ્તાર છે. તાઇવાન સમગ્ર સપ્લાય ચેઈનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ભારતમાં વૈશ્વિક મેન્યુફેક્ચરીંગ માર્કેટના નફાનો ભાગ ભારતમાં ઉપલબ્ધ નથી. ભારતીય અને તાઇવાનની બજાર વચ્ચે નબળા સહસંબંધને કારણે વૈશ્વિકરણનો લાભ. NEW TAIWAN DOLLER (NTD) વૃધ્ધી પૂર્વગ્રહ ધરાવે છે. કારણ કે, દેશ સતત વિશાળ કરન્ટ એકાઉન્ટ સરપ્લસ ધરાવે છે.  (છેલ્લા 10 વર્ષ માં ભારતીય રૂપિયા સામે NTD ની સરેરાશ વૃધ્ધી 5.20% છે.

ભારતીય બજારોના સૂચકાંકો છેલ્લા એક વર્ષમાં ઘણા આગળ વધ્યા છે. જેથી તાઇવાન માં રોકાણ કરી પોર્ટફોલીઓ માં ડાયવર્ષીફિકેશન વધારી શકાઈ છે. અને રિસ્ક એડજેસ્ટેડ રીટર્નસ મેળવી શકાય છે.

અમારૂ માનવું છે કે, નીપ્પોન MF 26 વર્ષનો અનુભવ ધરાવે છે. અને નીપ્પોન લાઇફ ગ્રુપ વૈશ્વિક ધોરણે 130 વર્ષનો અનુભવ ધરાવે છે. નીપ્પોન મ્યુચ્યુઅલ ફંડની મીડકેપ આધારીત નીપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડ નું છેલ્લા 26 વર્ષનું સરેરાશ રીટર્ન 22% છે અને નીપ્પોન સ્મોલકેપ ફંડનું છેલ્લા 10 વર્ષનું સરેરાશ રીટર્ન 20% છે. અરે છેલ્લા 10 વર્ષથી નીપ્પોન ઇન્ડીયા બેલેન્સ એડવન્ટેજ ફંડનું સરેરાશ રીટર્ન 13.82%છે. જે આ ફંડમાં માત્ર 40 થી 50% રોકાણ ઇકવીટીમાં કરવામાં આવે છે.

ઉપરોક્ત દરેક પાસાનો અભ્યાસ કરતા સમજી શકાય છે કે નીપ્પોન ઇન્ડીયા અગ્રગણ્ય AMC છે. કે જેના વિવિધ ફંડો સતત સારા રીટર્ન આપી રહ્યા છે. અને તાઇવાન ઇકિવટી ફંડ પણ લાંબાગાળાના રોકાણકારોને વધુ સારૂ વળતર આપી શકે છે.

કયાં સમય પર વિશ્વનું કયું બજાર સારૂ પ્રદર્શન કરશે તે નક્કી કરવું અઘરૂ છે. એટલા માટે જ વિશ્વના દરેક સારા બજારમાં સંતુલીત રોકાણ કરવું જોઈએ જેથી કરીને આપણને સતત સારૂ વળતર મળી રહે.

આ ફંડને 42.8 અબજ ડોલરની એયુએમ સાથે તાઇવાનમાં સૌથી મોટી એસેટ મેનેજર  કેથેસાઈટ સલાહ આપશે જે તાઈવાન પબ્લિક પેન્શન માટે તાઈવાન ઈકિવટી બજારમાં એકાઉન્ટ મેનેજ પણ કરે છે.

આ ફંડની પ્રસ્તુતિ નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ ગ્લોબલ નેટવર્ક ના જોડાણ દ્રારા વિવિધ વૈશ્વિક ઉત્પાદનો પ્રસ્તુત કરવાની દિશામાં પહેલું કદમ છે. MSCI ઇમર્જિંગ ઈન્ડેકસમાં  બીજું સૌથી વધારે વેઈટ ધરાવતો દેશ તાઇવાન છે. અમે માનીએ છીએ કે, ભારતીય રોકાણકારો માટે આ લાભ દાયક તક છે. કથે સાઈટના પ્રેસિડન્ટ અને સીઈઓ એન્ડી ચાંગે કહ્યું હતું કે, અમને ભારતમાં પ્રથમ તાઇવાનીઝ ઇકિવટી ફંડ પ્રસ્તુત કરવાની ખુશી છે. કેથેસાઇટ તાઇવાનના બજારમાં લાંબા સમયથી કાર્યરત છે. નિપ્પોન ઈન્ડિયા મ્યુચલ ફંડને તાઇવાનમાં ઈકિવટી રોકાણમાં અમારો અનુભવનો લાભ આપવા અને ભારતીય રોકાણકારોને ટેકનોલોજીના મેગાટ્રેન્ડની લાભદાયક તકો આપવી અમારી માટે ગર્વની વાત છે. મને ખાતરી છે કે, આ ઘણા નવા ઉત્પાદનોના જોડાણ પૈકીનું એક જોડાણ છે. જે અંતર્ગત અમે ભારતીય નાણાં તાઈવાનમાં રોકીશું અને તાઇવાનમાં ભારતીય ઉત્પાદન  પ્રસ્તુત કરીશું.

પોતાના પોર્ટફોલિયોમાં આંતરરાષ્ટ્રીય વિવિધતા લાવવા ઇચ્છતા રોકાણકારો માટે લાભદાયક તક છે. તાઇવાન સોથી વધુ ઝડપથી વૃધ્ધિ કરતાં વિકાસશીલ બજારો પૈકીનું એક ગણાય છે.

એનએફઓ 06 ડિસેમ્બર, 2021 ના રોજ બંધ થશે. ફંડ માટે બેન્ચ માર્ક ઇન્ડેક્સ તાઇવાન કેપિટલાઈઝેશન વેઈટેડ સ્ટોક ઇન્ડેક્સ (ટેક્સીસ) હશે. લઘુતમ રોકાણ રૂ. 500 અને પછી રૂ. 1 ના ગુણાંકમાં થશે.

વૈશ્વિક સેમીકંડકટર મેન્યુફેક્ચરીંગ માર્કેટના નફાનો ભાગ ભારતમાં ઉપલબ્ધ નથી. કારણકે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ટોપ 100 કંપનીમાં ભારતની એક પણ કંપની નથી. તેથી જો આપને આપના પોર્ટફોલિયો માં વિશ્વની મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઉમેરવી હોય અને તેમના નફાનો ભાગ મેળવવો હોય તો તમારે NIPPON INDIA TAIWAN EQUITY FUND માં જરૂરથી રોકાણ કરવું જોઈએ.

 

નોંધ : રોકાણ કરતાં પહેલા તમારા MFD નો સંપર્ક કરો અને સ્કીમ સંબંધિત બધાજ દસ્તાવેજો કાળજી પૂર્વક વાંચો. કારણકે મ્યુચલફંડમાં રોકાણો બજાર ના જોખમ ને આધીન છે.

 

 

 

 

લેખક : વિમલ ધીરજલાલ ફોફરિયા – AVP – NIPPON INDIA MF

17 વર્ષનો ફાઈનાન્સિયલ માર્કેટ નો અનુભવ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular