Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરભારે વરસાદની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ

ભારે વરસાદની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર એલર્ટ

નીચાણ વાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીના અનુસંધાને અહીંના જિલ્લા કલેકટર અશોક શર્માએ લોકોને સાવચેત રહેવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે પગલાં લેવા જણાવ્યું હતું.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેના પગલે અહીંના જિલ્લા તથા તાલુકા કક્ષાના તમામ ક્ધટ્રોલ રૂમ ચાલુ રહેશે. કોઇપણ અધિકારી – કર્મચારી કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર હેડ કવાર્ટર છોડે નહીં તે માટેની પણ તાકીદ કરવામાં આવી છે. નિચાણવાળા અને નદી કાંઠાના તમામ વિસ્તારોમાં સાવચેતી કેળવવા માટે જાણ કરવા જણાવવામાં આવ્યું છે. નિચાણવાળા વિસ્તાર, ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે પણ પગલાં લેવા જણાવ્યું છે.

જિલ્લાના ઉપરવાસમાં કે વરસાદથી ડેમ, નદીમાં પાણીના સ્તર પર ધ્યાન આપી અને સમયસર ચેતવણી આપવાની, નિચાણવાળા ગામોના લોકોને જણાવવા પણ સિંચાઈ વિભાગના સંબંધિત અધિકારી કર્મચારીઓને જણાવાયું છે. માર્ગ અને મકાન વિભાગ નદીનાં પાણી સ્તર વધે તો બેઠા પૂલ, નાળા પર પાણી ફરી વળે તે પહેલાં સમયસર રસ્તા બ્લોક કરે અને અવરજવર રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવાય તે માટે જણાવી ઝીરો કેઝ્યુઅલીટીના અભિગમથી કામગીરી કરવા જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular