Dev Anandના બાળપણમાં કોઇએ એવી ભવિષ્યવાણી કરેલી કે ‘તુ મોટો થઈ સુપરસ્ટાર થઈશ’ ત્યારે તો તે પોતે પણ બિલકુલ માન્યા ન હતાં.
વહીદા રહેમાનને બે દિગ્દર્શકો સાઈન કરવા માગતા હતાં. એક સત્યજીતરે અને બીજા દેવાનંદ. અને બન્ને ‘ગાઈડ’ ફિલ્મ બનાવવા જ ઈચ્છતા હતાં. બન્નેને ફોન વહીદાજીને ગયો. દેવાનંદ ફોન કરનાર બીજા નંબરમાં હતાં અને કહ્યું કે, હું ‘ગાઈડ’ બનાવવા ઈચ્છુ છું. હિન્દીમાં અને અંગે્રજીમાં. કદાચ સત્યજીત રે બનાવત તો એમના અંદાજમાં બનાવવાના. જો કે, રોજી તો વહીદા રહેમાન જ રહેત. પરંતુ, રાજુ ગાઈડ તો એક જ રહ્યો, વન એન ઓનલી Dev Anand.
અમૃતસર મા માટે દવા લેવા ગયેલા ‘તરસ લાગી-શરબત પીવા ઉભા રહ્યા. શરબત આપવાવાળા સરદારજીએ’ તું એકવાર વડ્ડા આદમી બનેગા’ કહ્યું. કેમ? તારા કપાળ પર સુર્યનું નિશાન બને છે સરદારજીએ કહ્યું, દેવસાહેબએ એ વાત ત્યારે ગંભીરતાથી ન લીધું. પરંતુ તેમણે જ્યારે આત્મકથા લખી ત્યારે તેમણે સૂવર્ણ મંદિરની સામે શરબત વેચવાવાળા સરદારજીનો ઉલ્લેખ કર્યો છે.
બે લોકોની શર્ટના કારણે જબરદસ્ત દોસ્તી થઈ. પ્રભાત્સ ફિલ્મ પુનામાં રોલ માટે ગયા, બીજા એક વ્યકિત આવ્યો અને ક્હ્યું કે, હેલ્લો હું તમારો આસી. ડિરેકટર છું. અને કોરિયોગ્રાફર પણ છું. હવે થયું એવું કે તમારા શર્ટ મને પ્રેસ કરવાવાળો આપી ગયો અને હું એ પહેરીને ફરી રહ્યો છું. દેવસાહેબે કહ્યું કે, હા, આ તો મારો શર્ટ જ છે!! તે વ્યકિતએ કહ્યું કે, હવે આ શર્ટ ધોવડાવી પ્રેસ કરાવી પરત કરીશ. પછી એ શર્ટ પરત તો કરી ગયા. પરંતુ તેઓ વચ્ચે દોસ્તી કાયમી થઈ ગઇ અને બન્નેએ એક બીજાના પ્રોમીશ કર્યુ કે, જો હું ડાયરેકટર બનીશ તો તારે પ્રોડયુસર બનવાનું અને જો તું ડાયરેકટર બને તો હું પ્રોડયુસર બનીશ અને એ કમીટમેન્ટ ખૂબ લાંબો સમય ચાલ્યું. અને આ દોસ્ત હતાં લેજેન્ડરી ગુરૂદત.
‘હમ દોનો’ લાજવાબ ફિલ્મ અને ખૂબ સુંદર ગીતો. જયદેવ અને સાહિર આ ફિલ્મ પછી કયારેક દેવાનંદની ફિલ્મોમાં કામ ન કર્યું. દેવસાહેબને પૂછયું તો તેમણે ઈગો પ્રોબ્લેમ હતાં વગેરે કહ્યું.
દેવસાહેબ અને સૂરેૈયા અલગ થયા. એ માટેનું કારણ પણ દિલચસ્પ છે. એક કિસ્સો એવો થયો છે કે સાદિક સાહેબ કરીને પ્રોડયુસર હતાં તેમને પણ સૂરૈયા સાથે નિકાહ કરવાની તીવ્ર ઈચ્છા હતી. કારણ કે એ સમયે અભિનેત્રી ગાયિકા, ખુબસુરતીમાં એમની ટકકરનું હતું નહીં અને આ સમયની વાત છે. જ્યારે સૂરૈયા જેટલા સફળ અને લોકપ્રિય Dev Anand ન હતાં. સાદિક સૂરૈયામાં રસ ધરાવે છે. તેવી અટકળો ચાલી રહી હતી. સૂરૈયાએ દેવસાહેબને કહ્યું કે, આ પ્રોડયુસર નિકાહ માટે રસ ધરાવે છે તો હવે શું કરવું!? બન્ને યુવાન હતાં અને કોઇને ખ્યાલ ન હતો અને પાર્ટીમાં હાથમાં હાથ નાખી ગયા. અને સાદિક સાહેબ શાંત થઈ ગયા. પરંતુ, મીડિયા સેકશનમાં આવી ગયું. અને ખૂબ પ્રખ્યાત થઈ ગયા અને જગજાહેર થતાં સૂરૈયાજીના પરિવારમાં હલચલ થઈ પછી વાત બગડવાની શરૂ થઈ અને સૂરૈયાજી અને દેવાનંદના સંબંધનો અંત આવ્યો.
એક વિચિત્ર આદત હતી Dev Anand સાહેબની તેઓ શુટીંગ દરમિયાન એક રૂમમાં બંધ કરી દેતાં. તેઓ કોઇ પાસે પોતાની પીડા ન બતાવતા. નવ શુટીંગમાં માણસો ચિંતામાં મૂકાઈ જતાં. કે થયું છે શું ? અને જયારે એકાદ કલાક બાદ રૂમમાંથી બહાર આવતા ત્યારે ફરી એ જ ઉર્જા સાથે બહાર આવતા અને કહેતા ‘લેટસ શૂટ…’અંગત લોકોને આનુ કારણ કહેતા કે તેમને માઈક્રોનની પીડા થાય છે, ડાયલોગ્સ બોલી શકતા નથી. કહેવાનું છે કે, આ વ્યકિત શૂટિંગમાં કયાંય ખલેલ ન પડે એ ધ્યાન રાખતા. પોતાની પીડાથી વિશેષ મહત્વ એ કામને આપતા.
તે આવા હતાં એ એવરગ્રીન ધ ગે્રટ દેવાનંદ સાચા અર્થમાં તેમની આંખો બોલતી. હોઠોનું હાસ્ય અને વ્યકિતત્વની ઉર્જા એ તેમની આસપાસના લોકો અને તમામ દર્શકો અનુભવતા અને દેવાનંદ જીવી ગયા અને કહી ગયા…
‘મેં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા
હર ફિક્ર કો ધુએ મે ઉડાતા ચલાતા ગયા…’
-ધારા પુરોહિત “સ્વયમ”
અન્ય સમાચાર વાંચો
Fold AR APK Game