Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કૂવામાંથી બાળકનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા

જામનગરમાં કૂવામાંથી બાળકનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા

4-5 દિવસ અગાઉ ઘરેથી લાપતા: પરિવારજનો દ્વારા સીટી એ ડિવિઝનમાં ગૂમનોંધ નોંધાવી: ઘાંચીની ખડકી પાસેના કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો

- Advertisement -

જામનગર શહેરમાં અકબરશા મસ્જીદ પાસેના વિસ્તારમાં રહેતો અને 4-5 દિવસ અગાઉ ઘરેથી લાપતા થયેલા 7 વર્ષના માસુમ બાળકનો મૃતદેહ આજે ઘાંચીની ખડકી નજીક આવેલા અવાવરૂ કૂવામાંથી કોહવાઇ ગયેલી હાલતમાં મળી આવતા પોલીસ મૃતદેહનો કબ્જો સંભાળી બાળકની હત્યા કરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ આરંભી હતી.

- Advertisement -

અરેરાટીજનકના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી અકબરશા મસ્જીદ પાસેના વિસ્તારમાં રહેતો કાદર આરબ (ઉ.વ.7) નામનો બાળક છેલ્લા 4-5 દિવસથી તેના ઘરેથી લાપતા થયા બાદ તેમના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કાદરનો પતો લાગ્યો ન હતો જેથી પરિવારજનોએ સીટી એ ડિવિઝનમાં કાદર લાપતા થયાની નોંધ કરાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા કાદરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આજે સાંજે જામનગરના ઘાંચીની ખડકી પાસે આવેલા અવાવરૂ કૂવામાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાની અને કોઇ મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢતા આ મૃતદેહ બાળકનો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે કાદરના પરિવારજનોને ઓળખ માટે જાણ કરી હતી. આ મૃતદેહ અત્યંત કોહવાઇ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.

- Advertisement -

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી માસૂમ બાળક કાદરની હત્યા કરવામાં આવી છે કે કેમ અને અન્ય સ્થળે હત્યા કરી મૃતદેહને કૂવામાં રાખી દેવામાં આવ્યો છે તે અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular