દરવર્ષની જેમ જ આ વર્ષે પણ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તથા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જાન્યુઆરી-2022માં ધો. 10માં અભ્યાસ કરતાં જામનગર જિલ્લાના કોઇપણ સ્કૂલના અને કોઇપણ માધ્યમના વિદ્યાર્થીઓ માટે સર્જિકલ સન્ડે ફોર સકસેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇપણ વિદ્યાર્થી વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકે છે.
તા. 2-1-22થી 30-1-22 સુધી દર રવિવારે બપોરે 3 થી 5 દરમિયાન બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ધો. 10માં અભ્યાસ કરતાં કોઇપણ વિદ્યાર્થીને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના અઘરા વિષયાંગોનું પુનરાવર્તન આ સંસ્થાના તજજ્ઞ શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે.
જેમાં પરીક્ષામાં ગણિત-વિજ્ઞાનમાં મહત્તમ માર્કસ મેળવવા માટે આઇએમપી મુદ્ાઓનું રિવિઝન તથા શોર્ટકટ ટ્રિકસ આપવામાં આવશે તેમજ વર્ષ દરમિયાન ગણિત-વિજ્ઞાન વિષયને લગતાં ડાઉટ અને ડિફિકલ્ટીનું સોલ્યુશન કરાવવામાં આવશે અને પેપર કેવી રીતે લખવું તેનું માર્ગદર્શન આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ તથા વાલીઓને મુંઝવતાં પ્રશ્ર્નોનું તથા ધો. 10 પછી પ્રવાહ પસંદગી ‘કેરિયર ગુરુ’ હર્ષદ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ટાઇમ મેનેજમેન્ટ હેલ્થ મેનેજમેન્ટ તથા સાયકોલોજીકલ સપોર્ટ કેવી રીતે આપવો તેવા અદ્ભૂત તથા આવશ્યક વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ તકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોક ભટ્ટ, મેનેજિંગ ડાયરેકટર ઉષ્મિતાબેન ભટ્ટ તથા યુવા ટ્રસ્ટી મૌલિક ભટ્ટ વિદ્યાર્થીઓને આવનાર બોર્ડ એક્ઝામ માટે શુભેચ્છા પાઠવી હતી.