સુપ્રીમ કોર્ટે વોટસએપને જણાવ્યું હતું કે, વોટસએપ યુઝર્સને તેની નવી પ્રાઈવસી પોલીસી પર સહમતી દર્શાવવા મજબૂર ન કરે, એ યુઝર્સ પર છોડે. સુપ્રીમ કોર્ટે વોટસએપને નિર્દેશ કર્યો છે કે કેન્દ્ર સરકારને તેણે 2021માં જે સોગંદનામુ આપ્યું હતું તે જાહેર કરે. સોગંદનામામાં વોટસએપે જણાવ્યું હતું કે, તેની નવી પ્રાઈવસી પોલીસી પર સહમતી ન બતાવનાર યુઝર્સ માટે તેના ઉપયોગની સીમા નકકી નહીં થાય. સુપ્રીમ કોર્ટે વોટસએપને કહ્યું હતું કે, તે મીડીયામાં એ વાતનો પ્રચાર કરે કે યુઝર્સ તેની 2021ની પ્રાઈવસી નીતિને માનવા હજું બંધાયેલ નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સરકાર બજેટ સેશનમાં ડેટા પ્રોટેકશન લાવવા જઈ રહી છે ત્યારે અરજી પર હજુ સુનાવણી નહીં કરે, બલકે 10 એપ્રિલે કરશે. અરજદારે વોટસએપ પોલીસીને પડકાર આપ્યો છે. જેમાં વોટસએપ દ્વારા ડેટા પોતાની પેરેન્ટ કંપની ફેસબુકની સાથે શેર કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ કે.એમ.જોસેફની આગેવાનીવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચે વોટસએપે કહ્યું હતું કે, તે સરકારને આપેલું સોગંદનામુ જાહેર કરે અને તેના માટે તે પાંચ અખબારોમાં વિજ્ઞાપન જાહેર કરે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે વોટસએપથી હજુ વકીલોની દલીલોની માહિતી મેળવી રહ્યા છીએ કે તે સુનાવણીની હવે પછીની તારીખના મામલામાં આપવામાં આવેલ અન્ડર ટેકીંગનું પાલન કરશે.