જામજોધપુર તાલુકાના વાવડીયાનેશ ગામમાં રહેતા અને બે વર્ષથી માનસિક બિમાર યુવાન તેના ઘરે છતના હુંકમાં ફાળિયા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના વાવડીયાનેશ ગામમાં રહેતાં અરજણભાઇ કારાભાઇ વાઢેર (ઉ.વ.40) નામના યુવાનને છેલ્લા બે વર્ષથી માનસિક બિમારી થઇ હતી. આ બિમારી દરમિયાન શુક્રવારે સવારના સમયે તેના ઘરે છતના હુંકમાં ફાળિયા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મયૂર વાઢેર દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એમ.જી. વસાવા તથા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.