દ્વારકા પંથકના માનસિક અસ્વસ્થ યુવાન ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના માતા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકાના વાડી વિસ્તારમાં રહેતાં દેવાતભા પ્રાગજીભા નાયાણી નામના 21 વર્ષના યુવાનની માનસિક અસ્થિરતા વચ્ચે તેને દારૂ પીવાની ટેવ હોય આ યુવાને દ્વારકાથી અંદાજિત 9 કિ.મી. દૂર શિવરાજપૂર ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતુ મુકીને જિંદગી ટૂંકાવી હતી. મૃતકના માતા હિરબાઇ પ્રાગજીભા નાયાણી દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.