જામનગરમાં ગુલાબનગર વાંજાવાસમાં રહેતા વૃદ્ધએ તેની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર વાંજાવાસમાં રહેતા જેન્તીભાઈ છગનભાઈ માંગણીયા (ઉ.વ.70) નામના વૃદ્ધને છેલ્લા પંદરેક વર્ષથી માનસિક બીમારી તથા શારીરિક બીમારી હોય અને આ માનસિક બીમારીની સારવાર કરાવવા છતા તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને શનિવારે રાત્રીના સમયે તેના ઘરે બાથરૂમમાં એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે તેમના પત્ની રતનબેન દ્વારા જાણ કરાતા હે.કો. પી.કે.વાઘેલા તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.