લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં રહેતી તરૂણીને તેના જ ગામનો એક શખ્સ અવાર નવાર પરેશાન કરી મારી નાખવાની ધમકી આપતો હતો. અવાર-નવાર અપાતા ત્રાસથી કંટાળીને તરૂણીના આત્મહત્યા બાદ મૃતકના પિતાએ શખ્સ વિરૂધ્ધ નોધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં રહેતાં જેન્તીભાઇ નામના યુવાન ખેડુતની પુત્રી રિધ્ધી (ઉ.વ.16) નામની તરૂણીને તેના જ ગામમાં રહેતો જયસુખ કારા સોનગરા નામનો શખ્સ અવાર-નવાર હેરાન પરેશાન કરી મારી નાખવાની ધમકી આપતો હતો. અવાર-નવાર જયસુખ દ્વારા અપાતી ધમકી અને ત્રાસથી કંટાળીને રિધ્ધીએ ગત તા.28ના રોજ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્હત્યા કરી હતી. આપઘાતના આ બનાવ બાદ મૃતકના પિતા જેન્તીભાઇએ જયસુખ સોનગરા દ્વારા અપાતા ત્રાસના કારણે મરી જવા મજબૂર કરતાં તરૂણીએ આપઘાત કર્યા બાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ ડી.એસ.વાઠેર તથા સ્ટાફે જયસુખ વિરૂધ્ધ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા હતાં.