કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં રહેતી યુવતીએ પતિ સહિતના સાસરિયાઓના ત્રાસથી કંટળી જઈને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના ભાઈ દ્વારા સાસરિયાઓ વિરુધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમાં રહેતી અનસુયાબેન ઉર્ફે સોનલ ભાણજીભાઈ રાખશિયા નામની યુવતીએ તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવ બાદ મૃતકના ભાઈ બાબુભાઈ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મૃતક અનસુયાબેનના પતિ ભાણજી કરશન રાખશિયા, સાસુ નાથીબેન કરશન રાખશિયા, જેઠ વિનુ કરશન રાખશિયા, જેઠાણી ચંતાબેન વિનુ રાખશિયા નામના ચાર સાસરિયાઓ દ્વારા અનસુયાબેનને કામકાજ બાબતે અવાર-નવાર મેણાટોણા મારી, શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં અને બીમારીના કારણે કામ થતું ન હોવાથી ફરજિયાત કામ કરાવી ત્રાસ આપી મરી જવા મજબુર કરતા અનસુયાબેને આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના ભાઈ એ ચાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ખડધોરાજીમાં પતિ સહિતના સાસરિયાઓના ત્રાસથી યુવતીની આત્મહત્યા
બીમાર હોવા છતાં યુવતીને ત્રાસ આપી ઘર કામ કરાવતા : પતિ, સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસથી યુવતીએ જિંદગી ટૂંકાવી : મૃતકના ભાઈ દ્વારા મરી જવા મજબુર કર્યાની ફરિયાદ