Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમિસ્ત્રી કામનો વ્યવસાય બરાબર ન ચાલતા યુવાનનો આપઘાત

મિસ્ત્રી કામનો વ્યવસાય બરાબર ન ચાલતા યુવાનનો આપઘાત

ખારાવેઢાના યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું : અલિયાની સીમમાં વીજશોકથી માનસિક બીમાર યુવાનનું મોત

- Advertisement -

જામનગર જિલ્લાના ખારાવેઢા ગામમાં રહેતાં કુંભાર યુવાને તેનો મિસ્ત્રીકામનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી હતાશ થઈ જતાં પીપરટોડાથી સુમરા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા રેલવે ટે્રક પરથી પસાર થતી ટે્રન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના અલિયા ગામની સીમમાં માનસિક બીમાર યુવાનનું વિજશોકથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના ખારાવેઢા ગામમાં રહેતો ભરતભાઈ બાબુભાઈ સરવૈયા (ઉ.વ.36) નામનો યુવાન મિસ્ત્રીકામ કરતો હતો પરંતુ થોડા સમયથી મિસ્ત્રીકામ બરાબર ચાલતું ન હોવાથી ચિંતામાં હતાશ થઈ ગયો હતો જેના કારણે ભરતે ગત તા.14 ના સાંજના સમયે ધ્રોલથી 25 કિ.મી. દૂર પીપરટોડાથી સુમરા ગામ તરફ જવાના માર્ગ પર ઘેલ નદીના રેલવે ઓવરબ્રીજ નીચેના ટે્રક પરથી પસાર થતી ટે્રન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મૃતકના પિતા બાબુભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના અલિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા રાજુભાઈ રૂગનાથભાઈ ડાવર (ઉ.વ.30) નામના આદિવાસી યુવાનને બે વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને તેની સારવાર કરાવેલ ન હતી. દરમિયાન શનિવારની રાત્રિના સમયે રાજુ તેના ખેતરેથી કોઇને કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને તેની વાડીના સેઢા પાસેના સર્વિસ વાયરમાં પગ આવી જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના ભાઈ રમેશ દ્વારા જાણ કરાતા હેકો સી.ડી. જાટીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular