Saturday, December 6, 2025
Homeરાજ્યરાજસ્થળીમાં આદિવાસી યુવતીનો દવા પી આપઘાત

રાજસ્થળીમાં આદિવાસી યુવતીનો દવા પી આપઘાત

તબિયત ખરાબ હોવાથી પતિને કપડા ધોવાની ના પાડયાનું લાગી આવ્યું : કનસુમરામાં વિજશોકથી યુવાનનું મોત : હાપામાં બીમારી સબબ પ્રૌઢનું મૃત્યુ : બેડીના યુવાનનું બીમારી સબબ મોત

કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતી યુવતીને તેણીના પતિએ કપડા ધોવાનું કહેતાં મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગર તાલુકાના કનસુમરા ગામના વાડી વિસ્તારમાં વિજશોક લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતાં યુવાનનું બીમારી સબબ મૃત્યુ થયું હતું. જામનગરના રોઝી બંદરના ગેઈટ નજીક પેટમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયેલા યુવાનનું મોત નિપજ્યું હતું.

બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામમાં આવેલી તુલસીભાઈ ડોબરીયાના ખેતરમાં ખેતમજૂરી કામ કરતા રઘુ ચારેલ નામના આદિવાસી યુવાને તેની પત્ની સંગીતાને કપડા ધોવાનું કહ્યું હતું. પરંતુ, સંગીતાની તબિયત સારી ન હોવાથી કપડા ધોવાની ના પાડી હતી. જે બાબતનું મનમાં લાગી આવતા સંગીતાએ તા.29 ઓગસ્ટના સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ રઘુભાઈ દ્વારા જાણ કરાતા પીએેસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધીર હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના કનસુમરા ગામના વાડી વિસ્તારમાં આવેલી ગુલામ હુશેન ખીરાની વાડીમાં શુક્રવારે રાત્રિના સમયે રવિ ગોધાભાઈ ગધાદરા (ઉ.વ.25) નામનો યુવાન લાઈટ ન હોવાથી છેડા દેવા જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકની પત્ની શોભનાબેન દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર તાલુકાના હાપામાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતાં સમરબહાદુરસિંહ ઠાકુર નામના પ્રૌઢને છેલ્લાં આઠ વર્ષથી ટી.બી.ની બીમારી હતી અને આ બીમારી સબબ તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એચ.બી.પાંડવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો બનાવ, જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા અસગર નુરમામદ છરેચા (ઉ.વ.25) નામના યુવાનને આઠ વર્ષથી શ્ર્વાસની તથા પેટના દુ:ખાવાની બીમારીમાં તબિયત લથડતા ગુરૂવારે રાત્રિના સમયે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે જાવિદ છરેચાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular