જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ગ્રીનસિટી વિસ્તારમાં રહેતાં પરિણીત યુવાનને અન્ય યુવતી સાથે થયેલા અફેરને કારણે અવાર-નવાર ગૃહકંકાસ થતી હોવાથીં મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ગ્રીનસિટી વિસ્તારમાં ગ્રીન એપલ એપાર્ટમેન્ટમાં રહેતા અને રાજકોટના વતની જયરાજસિંહ જગતસિંહ રાવત (ઉ.વ.28) નામના યુવાન પરિણીત હોવા છતાં અન્ય યુવતી સાથે અફેર થયો હતો અને અફેરને કારણે યુવાનના ઘરમાં અવાર-નવાર ગૃહ કંકાસ થતી હતી. જેથી જિંદગીથી કંટાળીને સોમવારે રાત્રિના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ મૃતકની પત્ની શ્ર્વેતા જયરાજસિંહ રાવત દ્વારા કરાતા હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.