Monday, January 12, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાનના મિયાવાલી એરબેઝ પર આતંકીઓનો આત્મઘાતી હુમલો

પાકિસ્તાનના મિયાવાલી એરબેઝ પર આતંકીઓનો આત્મઘાતી હુમલો

પાકિસ્તાનમાં ફરી આતંકવાદીઓએ હુમલો કર્યો છે આ વખતે તેમણે એરબેઝને નિશાન બનાવ્યું છે. મળતી માહિતી મુજબ મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને 3 ફાઈટર પ્લેનને સળગાવી દીધા હતા, પાક. સેનાએ પણ વળતો જવાબ આપતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પાકિસ્તાનમાં પંજાબના મિયાંવાલીમાં એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ તહરીક-એ-જેહાદ પાકિસ્તાનના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે આ હુમલાની જવાબદારી લેતા દાવો કર્યો હતો કે ઘણા આત્મઘાતી હુમલાખોરો સામેલ હતા. હાલ પાકિસ્તાની સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular