Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાત

જામનગર શહેરમાં પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાત

સીટી ડીસ્પેન્સરી પાછળના વિસ્તારમાં ઘરે દવા ગટગટાવી : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : નવાગામમાંથી સાંપડેલા મૃતદેહની ઓળખ થઈ: પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં રણજીત રોડ પર સીટી ડીસ્પેન્સરી પાછળના વિસ્તારમાં રહેતા નિવૃત્ત પ્રૌઢે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કાલાવડ તાલુકાના નવાગામના ડેમમાં ન્હાવા પડેલા યુવાનનો મૃતદેહ સાંપડયા બાદ પોલીસે ઓળખ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીત રોડ પર સીટી ડીસ્પેન્સરી પાછળ આવેલા આરબફળી વિસ્તારમાં રહેતાં ઈસ્માઇલભાઈ અહેમાનભાઈ ઝેવર (ઉ.વ.52) નામના નિવૃત્ત પ્રૌઢે ગત શુક્રવારે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મંગળવારે સવારના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના નવાગામમાં આવેલા ડેમમાં ન્હાવા પડેલા યુવાનનું મોત નિપજ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે એએસઆઇ એસ.આર. ચાવડા તથા સ્ટાફે ઓળખ મેળવતા મૃતક મુકેશભાઇની વાડીમાં ખેતમજૂરી કરતો તેજારામ ગોપાલજી રાઠોડ (ઉ.વ.30) નામનો યુવાન હોવાની મૃતકની પત્ની ચંદાબેન દ્વારા ઓળખ કરાઈ હતી. જેના આધારે પોલીસે ચંદાબેનનું નિવેદન નોંધી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular