Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોનું નવું નાટક : સારી સુવિધાઓ માટે લોકો પાસે માગ્યા સુચનો !

જામ્યુકોનું નવું નાટક : સારી સુવિધાઓ માટે લોકો પાસે માગ્યા સુચનો !

કઇ રીતે મોકલી શકાશે તમારા સુચનો વાંચો અહીં...

- Advertisement -

શહેરીજનોએ સુખ-સુવિધાઓમાં વધારો થાય અને સારી સેવા આપી શકાય તે માટે જામ્યુકોના સત્તાધીશોએ શહેરીજનો પાસેથી સુચનો મગાવ્યા છે. ચોંકસો નહીં… આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામનગર મહાપાલિકાએ શહેરના યુવાનો, વડીલો, મહિલાઓ, વિદ્વાનો, બૌધિકો તથા વિદુસીઓ પાસેથી શહેરીજીવન સાથે સંકળાયેલી વિવિધ સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે પ્રવૃતિઓમાં સંવાદિતા સર્જાય તેમજ શહેરીજનોની અપેક્ષાઓને પરિણામ લક્ષી બનાવી શકાય તે માટે વ્યવહારૂ સુચન માગ્યા છે. જામ્યુકોની યાદી અનુસાર શહેરીજનો પોતાના સુચનો મોબાઇલ નંબર 99784 11141 ઉપર વધુમાં વધુ 100 શબ્દોમાં લખીને વોટ્સએપ કરી શકશે.

- Advertisement -

શહેરની અસરકરતાં સાંપ્રત વિષયો જેવા કે, ટ્રાફિક પાર્કિંગ, દબાણ, ફેરિયા, સ્લમ, સ્વચ્છતા, કચરાપેટી, ઢોર, ટેકસ, પાણી, ભુર્ગભ ગટર, પર્યાવરણ, પ્રદૂષણ, વોટર હાર્વેસ્ટિંગ, ઇલેક્ટ્રિસીટી, રિન્યુુએબલ એનર્જી, સામાજીક સૌહાર્દ, એનીમલ વેલફેર, મનોરંજન, સિનિયર સિટીઝન, બાળ વિકાસ, લોકશાહી જાગૃતિ, મતાધિકાર જાગૃતિ, આરોગ્ય સેવા, શિક્ષણ, આત્મનિર્ભતા વગેરે પર પોતાનો અભિપ્રાય અને સુચનો વોટ્સએપ દ્વારા મોકલી શકાશે.

જામ્યુકોના સતાધીશોનો આ અભિગમ, આવકાર્ય છે. પરંતું લોકો દ્વારા મોકલવામાં આવનારા સુચનોને કેટલાં ગંભીરતાથી લેવામાં આવે છે તેમજ તેના પર કોઇ અમલવારી થશે કે પછી આ માત્ર નર્યું નાટક બની રહેશે. તે એક મોટો પ્રશ્ર્ન છે. સામાન્ય રીતે અખબારોમાં પ્રસિધ્ધ થતાં સમાચારો અને આર્ટિકલ જામ્યુકો માટે લોકસુચન સમાન જ હોય છે.પરંતું સત્તાધીશો દ્વારા આવા સુચનો પર ધ્યાન આપવામાં આવ્યું હોય તેવું હજુ સુધી ધ્યાનમાં આવ્યું નથી. ત્યારે સુચનો માગવાનો આ અભિગમ માત્ર રાજકીય ઉજવણી બની ન રહે તે જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular