Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયજીવનની તલાશમાં મંગળ પર સફળતા પૂર્વક નાસાના રોવરનું લેન્ડીંગ, જુઓ પ્રથમ તસ્વીર

જીવનની તલાશમાં મંગળ પર સફળતા પૂર્વક નાસાના રોવરનું લેન્ડીંગ, જુઓ પ્રથમ તસ્વીર

- Advertisement -

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પર્સેવરેન્સ રોવરે ગુરૂવારે રાતે મંગળ ગ્રહ પર સફળ ઉતરાણ કર્યું હતું. નાસાએ ટ્વીટર મારફતે આ માહિતી આપી હતી. નાસાનો આ પ્રયત્ન લાલ ગ્રહ પર મનુષ્યને વસાવવાની અભિલાષાને લઈ ખૂબ જ મહત્વનું પગલું છે.

- Advertisement -

મંગળ પર ધરતીના વધુ એક મહેમાન પહોચ્યા છે.અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ ગુરુવારે રાત્રે 2:30 વાગ્યે  પર્સેવરેન્સ રોવરનું સફળતાપૂર્વક લેન્ડીંગ કરાવ્યું. તેની સાથે જ અમેરિકા મંગળ પર સૌથી વધુ રોવર મોકલનાર પ્રથમ દેશ બન્યો છે. આ મિશનનો મુખ્ય હેતુ છે મંગળ પર પ્રાચીન જીવન અંગેની માહિતી મેળવવાનો અને માટી અને પથ્થરોના સેમ્પલ લઇને ધરતી પર મોકલવા જેથી નજીકના ભવિષ્યમાં મંગળ પર જીવન શક્ય છે કે નહી તે અંગે માહિતી મેળવી શકાય.

કેલિફોર્નિયાના પાસાડેનામાં સ્પેસ એજન્સીની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ગ્રાઉન્ડ કંટ્રોલર અધિકારીઓએ મંગળ પર રોવર પર્સેવરેન્સ લેન્ડિંગની પુષ્ટિ કર્યા પછી ઐતિહાસિક ઘટનાથી આનંદ વ્યક્ત કર્યો હતો અને રાહત અનુભવી હતી. સફળ ઉતરાણ વિશે પૃથ્વી પર પહોંચવામાં સિગ્નલને સાડા અગિયાર મિનિટનો સમય લાગ્યો હતો. અને બાદમાં સફળ ઉતરાણના સમાચાર પ્રાપ્ત થયા હતા.

- Advertisement -

પર્સેવરેન્સ રોવરને 30 જુલાઈ, 2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોવર મંગળ ગ્રહની સપાટી પર સૂક્ષ્મજીવી જીવનના સંકેતોની શોધ કરશે અને સાથે જ તૂટેલી પહાડીઓ, ધૂળના નમૂના એકત્રિત કરશે. બીજા અભિયાન દ્વારા આ નમૂનાઓને ધરતી પર લાવવામાં આવશે. પર્સેવરેન્સ રોવર મંગળ ગ્રહ પર ભૂવિજ્ઞાન અને જળવાયુની શોધ કરશે અને તે નાસાનું પાંચમું રોવર છે. નાસાએ 220 કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયેલા કાર જેવા આકારના સ્પેસક્રાફ્ટના લેન્ડિંગનું સજીવ પ્રસારણ કર્યું હતું. જો અ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પડશે તો આ પર્સેવરેન્સ રોવર જેજેરો નામના એક 820 ફૂટ ઉંડા ક્રેટરના તળને અડશે. વૈજ્ઞાનિકોના મતે જેજેરો પહેલા એક સરોવર હતું અને આશરે 350 કરોડ વર્ષ પહેલા તેમાં પાણી હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular