Saturday, July 19, 2025
HomeUncategorizedસ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની મતગણતરીને લઇને હાઈકોર્ટે આપ્યો ચુકાદો, જાણો શુ કહ્યું

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની મતગણતરીને લઇને હાઈકોર્ટે આપ્યો ચુકાદો, જાણો શુ કહ્યું

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની મતગણતરીને લઇને ગુજરાત કોંગ્રેસ દ્રારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તમામ મતગણતરી એક તારીખે કરવામાં આવે છે. કોંગ્રેસની અ અરજીને આજે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. અને ચુકાદો આપતા જણાવ્યું છે કે મતગણતરી ચૂંટણીપંચે નક્કી કરેલ કાર્યક્રમ મુજબ જ કરવામાં આવે છે.

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને એક જ તારીખે મત ગણતરી કરવાની અરજી પર હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી અગાઉ થયેલ જાહેરાત મુજબ જ થશે. હાઇકોર્ટ દ્રારા મતગણતરી એક સાથે કરવાની માંગણીને ફગાવવામાં આવી છે. મહાનગર પાલિકાની મતગણતરી 23 ફેબ્રુઆરીએ, તેમજ જીલ્લા અને તલુકા પંચાયતની મતગણતરી 2 માર્ચે જે રીતે ચૂંટણીપંચ દ્રારા નક્કી કરવામાં આવ્યું છે તે જ રીતે કરવામાં આવશે. એક જ તારીખે મત ગણતરી નહી યોજાય.

રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. 6 મનપા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular