Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઢિંચડા પાસેની સોસાયટીઓમાં રસ્તાની સુવિધા આપવા રજૂઆત

ઢિંચડા પાસેની સોસાયટીઓમાં રસ્તાની સુવિધા આપવા રજૂઆત

યોગેશ્વરધામ, પુષ્પક પાર્ક વગેરે સોસાયટીમાં તાત્કાલિક અસરથી મોરમ પથારવા માગણી કરતાં ભાજપ મિડીયા સેલના ક્ધવીનર

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતા ઢીંચડા વિસ્તાર આસપાસની સોસાયટીઓ યોગેશ્ર્વરધામ, પુષ્પકપાર્ક, તિરૂપતિ સોસાયટી વગેરે છેલ્લા ઘણા વર્ષોથી વિક્સિત થયેલ છે. આ વિસ્તારકમાં એકપણ રસ્તાઓ મહાનગરપાલિકા દ્વારા બન્યા નથી. આ વિસ્તારમાં રહેતા હજારો નાગરિકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત હાલ ચોમાસાની સિઝનમાં પાણીના ખાબોચીયા ભરાઇ ગયા છે, ગારો-કિચડ થયેલ છે. જેના કારણે ઘણાં વાહનોને અકસ્માત થયેલ છે. તેમજ મોટી ઉંમરના વ્યક્તિઓને પણ ચાલવામાં ઘણી જ તકલીફ પડે છે.

- Advertisement -

વરસાદના પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવો ભય લોકોમાં ફેલાઇ રહ્યો છે. ચોમાસામાં તાત્કાલિક રોડ બનાવવો શકય ન હોય તેને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી મોરમ પાથરી તેમજ દવાનો છંટકાવ કરાવી કામ ચલાઉ ધોરણે રાહત આપવા આ વિસ્તારના નાગરિકો વતી જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારે બીનાબેન કોઠારી, કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીને લેખિત રજૂઆત કરી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular