Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારવાડીનાર નજીક વિદ્યાર્થીઓ સ્કૂલ બસનો અકસ્માત

વાડીનાર નજીક વિદ્યાર્થીઓ સ્કૂલ બસનો અકસ્માત

ખંભાળિયા નજીક આવેલા નરારા ટાપુ ખાતે વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ પિકનિકમાં આવેલી એક બસ આજે અકસ્માતગ્રસ્ત બની હતી. આ અકસ્માતમાં બસમાં સવાર વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. જોકે કોઈ ગંભીર ઇજા તેમજ નુકસાનીના અહેવાલો સાંપળ્યા નથી. આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર સ્થિત દરિયાકિનારે આવેલા નરારા ટાપુ ખાતે આજરોજ સવારે વિદ્યાર્થીઓ ભરેલી એક બસ આવી હતી. આ બસ કોઈ કારણોસર રોડની નીચે ઉતરી ગઈ અને એક સાઈડ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત બનતા તાકીદે ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કામગીરી કરી હતી.

- Advertisement -

આ અકસ્માતમાં કેટલાક વિદ્યાર્થીઓ તેમજ બસના ચાલકને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે કોઈ મોટી જાનહાની કે મોટી નુકસાની ન થતા સૌ કોઈએ રાહતનો દમ ખેંચ્યો હતો. અકસ્માતનો આ બનાવ બનતા થોડો સમય વિદ્યાર્થીઓની ચિચિયારીઓ સાથે ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular