Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધો. 10માં જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ એ-1 ગ્રેડ તથા...

ધો. 10માં જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ એ-1 ગ્રેડ તથા બે વિદ્યાર્થીનીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો

- Advertisement -

જામનગરની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કે જ્યાં ધો.9 થી 12 માં 1200 જેટલી વિદ્યાર્થીનીઓ વિનામુલ્યે શિક્ષણ મેળવે છે એવી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓનું માર્ચ-2022નું HSC અને SSC પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓમાં હર્ષની લાગણી છવાઈ છે. છેલ્લાં પાંચ વર્ષમાં આવેલ પરિણામોમાં ચાલુ વર્ષે શ્રેષ્ઠ પરિણામ મળતા આચાર્યા, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ આનંદની લાગણી અનુભવી છે.

- Advertisement -

ધો.10, ધો.12 વિજ્ઞાન પ્રવાહ, આર્ટસ તથા કોમર્સ એમ ત્રણેય પ્રવાહનું છેલ્લા પાંચ વર્ષમાં સર્વ શ્રેષ્ઠ પરિણામ શાળાએ મેળવ્યું છે.જેમાં વર્ષ 2022ના ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ 50% જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં પરિણામ 94.82%, ધો.10 માર્ચ-2022 માં પરિણામ 58.75% જ્યારે ધો.10 માં તાજેતરમાં આવેલ પરિણામ મુજબ 2 વિદ્યાર્થીનીઓએ એ-1 ગ્રેડ અને 2 વિદ્યાર્થીનીઓએ એ-2 ગ્રેડ મેળવી શાળા તથા સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું છે.
જેમાં પરમાર ક્રિષાએ 99.41 PR 559/600 સાથે એ-1 ગ્રેડ, કટેશીયા ધારાએ 98.98 PR 551/600 સાથે એ-1 ગ્રેડ મળવી બેઝીક મેથ્સમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. જ્યારે પરમાર દીપ્તિએ 98.00PR-537/600 સાથે અ2 તેમજ રાઠોડ ભુમીબાએ 91.87 PR – 484/600 સાથે અ2 ગ્રેડ મેળવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular