જામનગરની જાણીતી મોદી સ્કૂલના વિદ્યાર્થીઓને પુસ્તકો ઉપરાંત પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરે છે. ત્યારે જામનગરની એમ. પી. શાહ બ્રાન્ચના ધોરણ 8 (અંગ્રેજી માધ્યમ)ના આશરે 115 વિદ્યાર્થીઓએ ‘ખબર ગુજરાત’ દૈનિકની મુલાકાત લીધી હતી. આ તકે પ્રિન્ટ મિડિયા અને ઇલેકટ્રોનિક મિડિયા કેવી રીતે કામ કરે છે? તે અંગે ‘ખબર ગુજરાત’ના નિવાસી તંત્રી નેમિષ મહેતા અને તેમની ટીમ દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી. ન્યુઝપેપર કઇ રીતે બનાવવામાં આવે છે, ન્યુઝ કઇ રીતે છપાય છે, એક ન્યુઝ તૈયાર કરવા પાછળની સમગ્ર પ્રોસિઝર કેવી અને કટલી હોય છે? તેમાં કેટલા લોકોની મહેનત હોય છે? સાથે સાથે ડિઝિટલ મિડિયા કઇ રીતે કામ કરે છે? તેનો ડેમો પણ બાળકોને આપવામાં આવ્યો હતો. તો ઉત્સાહી બાળકોના મનમાં ઉદ્ભવતા પ્રશ્ર્નોના જવાબ આપીને ‘ખબર ગુજરાત’ દૈનિકની ટીમ દ્વારા બાળકોને આપવામાં આવી હતી. આ તકે સ્મૃતિ તરીકે ન્યુઝપેપર તથા બૂક આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, મોદી સ્કૂલના આ અનોખા અભિગમના પરિણામે મોદી સ્કૂલના બાળકો ઉચ્ચ પરિણામ મેળવે છે.


