Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ ‘ઠોઠ’

ગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ ‘ઠોઠ’

- Advertisement -

માતૃભાષા ગુજરાતીમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓનો પાયો હજુ કાચો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. છેલ્લાં કેટલાક વર્ષના ધોરણ 10નાં ગુજરાત બોર્ડના પરિણામ પર નજર કરવામાં આવે તો અંદાજે 1 લાખ જેટલાં વિદ્યાર્થિઓ ગુજરાતીમાં જ નાપાસ થતાં જણાય છે.

- Advertisement -

ગત વર્ષે ધો.10ની પરીક્ષામાં કુલ 6.25 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાંથી 96286 જેટલાં નાપાસ થયા હતા. 2022માં સ્થિતિ વધારે ખરાબ હતી. એ વખતે 6.64 લાખ પરીક્ષાર્થીઓમાંથી 1.18 લાખ નાપાસ થયા હતા.

જાણકારોના મતે ગણિત, વિજ્ઞાન બાદ જે વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થયા હોય તે વિષય છે ગુજરાતી. આજે ઘણા વિદ્યાર્થિઓની માતૃભાષા ગુજરાતી હોવા છતાં યોગ્ય રીતે ગુજરાતી લખતાં તો દૂર વાંચતા પણ નથી આવડતી. હવે માતૃભાષાની દિશામાં વિદ્યાર્થિઓનું સ્તર સુધરે તે દિશામાં શરૂઆતથી જ મહેનત કરવી પડશે. પાયો જ કાચો હશે તો તેનાથી આગળ જતાં ગુજરાતીમાં નબળું પરિણામ આવે તેવી સંભાવના વધી જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular