Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરટીસીએસની રૂરલ આઇટી ક્વિઝમાં જામનગરની કેડીએવી સ્કૂલનો વિદ્યાર્થી વિજેતા

ટીસીએસની રૂરલ આઇટી ક્વિઝમાં જામનગરની કેડીએવી સ્કૂલનો વિદ્યાર્થી વિજેતા

નાના શહેરોમાંથી વિદ્યાર્થીઓ વચ્ચે આઇટી જાગૃતિ વધારવા ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસની પ્રથપ્રદર્શક ક્વિઝને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો : વિજેતા રાષ્ટ્રીય ફાઇલમાં પ્રવેશ કરશે

- Advertisement -

આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી આઇટી સર્વિસીસ, ક્ધસલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સ કંપની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) (BSE: 532540, NSE: TCS)એ જાહેરાત કરી હતી કે, ગયા અઠવાડિયે આયોજિત 2021 રુરલ આઇટી ક્વિઝની ગુજરાત સ્ટેટ ફાઇનલમાં કેડીએવી સ્કૂલ જામનગરમાંથી એક વિદ્યાર્થીએ વિજય મેળવ્યો છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)એ સમગ્ર રાજ્યમાં એના કમ્યુનિટી સાયન્સ સેન્ટર નેટવર્ક દ્વારા કાર્યક્રમનું સંકલન કર્યું હતું.
ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને ઓનલાઇન ટેસ્ટ અને વર્ચ્યુઅલ ક્વિઝ શોના સમન્વયની રસપ્રદ વર્ચ્યુઅલ ફોર્મેટમાં સહભાગી થવાની તક મળી હતી – આ ફોર્મેટ વિદ્યાર્થીઓને સંપૂર્ણ નવો ડિજિટલ અનુભવ પ્રદાન કરે છે. ક્વિઝમાં રાજ્યના કેટલાંક જિલ્લાઓમાંથી ધોરણ 8થી ધોરણ 12ના વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. પ્રાથમિક ઓનલાઇન પરીક્ષણ પછી વર્ચ્યુઅલ ફાઇનલ્સ માટે છ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા હતા. ફાઇનલમાં પાંચ સેગમેન્ટ હતા – બાઇટ ક્લાઉડ, બાઇટ રેકગ્નિશન, બાઇટ ક્ધટેક્સ્ટ, બોર્ડરલેસ બાઇટ, બાઇટ એજાઇલ – જેમાં આઇટી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની જાણકારીની કસોટી થઈ હતી અને તેમને તર્કશક્તિ વધારવા પ્રોત્સાહન મળ્યું હતું.
રૂરલ આઇટી ક્વિઝની ગુજરાત રિઝનલ ફાઇનલમાં જામનગરની કેડીએવી સ્કૂલનો પ્રિયાંશુ સિંહા વિજેતા થયો હતો. જ્યારે આણંદની આઇબી પટેલ ઇંગ્લીશ સ્કૂલનો ઠક્કર જિશ્ર્નુ ઉપ વિજેતા રહ્યો હતો.

ટીસીએસએ વિજેતાને રૂ. 10,000ના મૂલ્યના ગિફ્ટ વાઉચર્સ અને ઉપવિજેતાને રૂ. 7,000ના વાઉચર્સ આપ્યાં હતાં.

ટીસીએસ કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બીટી તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે જોડાણમાં ભારતમાં સહભાગી રાજ્યોમાંથી નાનાં શહેરો અને જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે આઇટી જાગૃતિ વધારવા વર્ષ 2000થી રુરલ આઇટી ક્વિઝનું આયોજન કરે છે, જેના વિદ્યાર્થીઓ ટેકનોલોજીની દુનિયામાં લેટેસ્ટ જાણકારીથી પરિચિત રહે છે. આ પ્રોગ્રામ અત્યાર સુધી 18 મિલિયનથી વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે.
ક્વિઝની 2021ની એડિશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં આઠ રિજનલ રાઉન્ડ સામેલ છે. રિજનલ રાઉન્ડના વિજેતાઓ વચ્ચે નવેમ્બરમાં રાષ્ટ્રીય સ્તરની ફાઇનલ યોજાશે. રાષ્ટ્રીય સ્તરની ફાઇનલમાં વિજેતાને ટીસીએસની રૂ. 1,00,000ની શૈક્ષણિક શિષ્યા વૃત્તિ અને ઉપવિજેતાને રૂ. 50,000ની શિષ્યાવૃત્તિ મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular