Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરબાઈક ચલાવવાના મનદુ:ખમાં વિદ્યાર્થી ઉપર ચાર શખ્સોનો હુમલો

બાઈક ચલાવવાના મનદુ:ખમાં વિદ્યાર્થી ઉપર ચાર શખ્સોનો હુમલો

ગળાના ભાગે બ્લેડના ઘા ઝીંકયા : ઈંટનો ઘા મારી ઢીકાપાટુનો માર માર્યો : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં ખેતીવાડી વિસ્તારમાં રહેતાં યુવાનને બાઈક ધીમે ચલાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ એકસંપ કરી ગળાના ભાગે બ્લેડ વડે હુમલો કર્યો હતો. તેમજ ઈંટોના ઘા મારી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખેતીવાડી ન્યુ ઈન્દીરા કોલોની શેરી નં.10 માં રહેતા જતિન નાનજી રાઠોડ નામના વિદ્યાર્થીને થોડા દિવસ અગાઉ વિનોદ જાદવ નામના શખ્સ સાથે બાઈક ધીમે ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીન ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે વિનોદ જાદવ, સયલો ઉર્ફે બાગરો, સાગર માગલિયા ઉર્ફેે એસકે અને અજાણ્યા સહિતના ચાર શખ્સોએ જતીનને આંતરીને વિનોદે બ્લેડ વડે ગળાના ભાગે હુમલો કર્યો હતો. તેમજ સયલાએ ઈંટનો છૂટા ઘા કરી ઈજા પહોંચાડી હતી. જ્યારે સાગર અને અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. હુમલાના બનાવમાં ઘવાયેલા જતિનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતાં પીએસઆઇ કે.કે. નારિયા તથા સ્ટાફે જતિનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular