જામનગર શહેર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો પડતર પ્રશ્નોને લઇ હડતાળ ઉપર ઉતર્યા છે જેને લઇ જામનગર 350થી વધુ દુકાનો બંધ રહી છે જેના કારણે અનેક પરીવારોને રાહત ભાવનું અનાજ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
જામનગર જિલ્લા સસ્તા અનાજ દુકાનદાર એસોસીએશના પ્રમુખ ભાવેશભાઇ ગણાત્રાના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા 80 ટકા બાયોમેટ્રીક ફિંગરપ્રિન્ટનો પરીપત્ર જાહેર કરાયો છે. 80 ટકા બાયોમેટ્રીક ફિંગરપ્રિન્ટ અપાયા બાદ જ દુકાનદારો માલ ઉતારી શકે છે જેને લઇ આ દુકાનધારકો વિરોધ કરી રહ્યા છે. દર મહિને સર્વર ધીમુ ચાલવાથી વિતરણ પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. આથી થમ્બ ઇમપ્રેશનની સાથે અન્ય વિકલ્પો ઉમેરવા, સર્વરની સમસ્યાનું નિરાકરણ લાવવા, કમિશન વધારવા સહિતના મુદાઓને લઇ હડતાળ પર દુકાનધારકો ઉતરી ગયા છે. જામનગરમાં લગભગ 350થી વધુ દુકાનધારકો હડતાળ પર ઉતરતા દુકાનો બંધ રહી છે.
View this post on Instagram


