Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક ચેકિંગ ડ્રાઇવ

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક ચેકિંગ ડ્રાઇવ

100થી વધુ કાળા કાચ વાહન ધારકો સામે કાર્યવાહી : ચાલુ વાહને મોબાઇલમાં વાતો, પીયુસી ન હોય સહિતના કેસો : એક લાખથી વધુના દંડની વસુલાત

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 2024 લોકસભાની ચૂંટણી આગામી મે મહિનામાં યોજાનાર છે અને ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા ટ્રાફિક ચેકિંગની કાર્યવાહી અંતર્ગત 100થી વધુ વાહનોના કાળાકાચ સંદર્ભે દંડ ફટકારી એક લાખથી વધુની રકમ વસુલ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કાળાકાચ ધરાવતાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી અંતર્ગત સમયાંતરે જુદી જુદી ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ગઇકાલે ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.બી. ગજ્જર, પીએસઆઇ આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, બી.જે. તિરકર, આર.સી. જાડેજા તથા હેકો મહેન્દ્રસિંહ ઝાલા, મનહરસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ સોઢા, રવિકુમાર બુજડ, નારણભાઇ વસરા, રાજેશભાઇ કરમુર અને પીઆરબીના જવાનો સાથે મળી જુદી જુદી ટીમો બનાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક નિયમન કામગીરી અંગેની કાર્યવાહીમાં પીયુસી, રોંગ સાઇડમાંથી પસાર થતાં વાહનો, ડ્રાઇવીંગ લાઇસન્સ વગરના કેસો, ચાલુ વાહને મોબાઇલમાં વાતો કરવાના, નંબર પ્લેટ વગરના અને 100થી વધુ વાહનોમાં કાળાકાચો લગાડેલા હોય. જે સંદર્ભે પોલીસે કેસ કરી 1,00,400 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular