Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચોમાસુ શરૂ થયું ત્યારે સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ...

ચોમાસુ શરૂ થયું ત્યારે સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ પર લઇ રહ્યું છે જામ્યુકોનું તંત્ર…!

આખરે હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર હોસ્પિટલ નિર્માળ કરશે જામ્યુકો : દિગ્જામ ઓવરબ્રિજને અપાશે ડો.બાબા સાહેબ આંબેડકરનું નામ

- Advertisement -

જામનગર શહેરમાં જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ થઇ જવા જોઇતા હતાં તે કામો જામ્યુકોનું તંત્ર હવે ચોમાસુ શરૂ થતાં હાથ ઉપર લઇ રહ્યું છે. જામનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને વોટર હાર્વેસ્ટિંગના લાખો કરોડોના કામની દરખાસ્તોને સ્થાયી સમિતિની છેલ્લી બે બેઠકોમાં મંજૂરી આપવામાં આવી રહી છે. ગત બેઠકમાં પટેલ કોલોની વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજને મંજૂરી આપવામાં આવ્યા બાદ ગુરૂવારે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નં.9માં ગુરૂદ્વારા ચર્ચ પાસે, વોર્ડ નં.6માં ગણપતનગરથી સોનલનગર સુધીની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હાપા માર્કેટીંગ યાર્ડ પાસે વર્ષોથી અટકી પડેલી હોસ્પિટલ નિર્માળની યોજનાને આખરે મંજૂરી આપવામાં આવી છે. આ માટે રૂા.10.60 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન મનીષ કટારિયાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં દિગ્જામ સર્કલ પાસે નવ નિર્મિત ઓવર બ્રિજને ડો.બાબા સાહેબ આંબેડકર નામ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. જયારે જામનગર રાજકોટ હાઇ-વે પર ચેમ્બર ઓફ કોર્મસની બિલ્ડીંગની બંન્ને સાઇડમાં તૈયાર કરાયેલા ગ્રિન બેલ્ટના જાળવણીની દરખાસ્ત તેમજ ગુરૂદત્તાત્રેય મંદિર પાસે વિરલબાગ તથા દાદા-દાદી ગાર્ડનની જાળવણીની દરખાસ્તો પેઇડીંગ રાખવામાં આવી હતી. જયારે રણજીતસાગર ડેમ સાઇટ પર રણજીતસિંહજી પાર્ક ભાગ-2ને રીડેવલોપ કરવા તથા અહીં આવેલા પાર્ટી પ્લોટને સુવ્યવસ્થિત કરવા માટે રૂા.98 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને પુરને કારણે રણજીતસાગર ઓવરફર્લો થતાં પાર્કના આ ભાગને ભારે નુકસાન પહોંચ્યુ હતું. સરકારની અમૃત યોજના અંતર્ગત શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે રણજીત સાગર ડેમથી પં5 હાઉસ અને ઉંડ-1થી પંપ હાઉસ સુધી 1000 એમએમની પાઇપલાઇન નાખવા તેમજ શહેરના જુદાં -જુદાં વિસ્તારોમાં ભુગર્ભ ગરટ નેટવર્કને વિસ્તારવા માટે રૂા.232 કરોડના કામનો સૈધાતિંક સ્વિકાર કરવામાં આવ્યો હતો. આમ જામ્યુકોની સ્થાયી સમિતિમાં કુલ રૂા.301.48 કરોડના જુદા-જુદા કામોની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં જામ્યુકોના વયમર્યાદાને કારણે નિવૃત થતાં કર્મચારીઓ મુળજીભાઇ આલાભાઇ, કાળુભા જીલુભા, ઉસ્માનગની ઉમર,પુંજાભાઇ દેવાભાઇ તથા ગોવિંદ વાલેરાને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, કમિશનર વિજય ખરાડી, આસી.કમિશનર બી.જે.પંડયા તથા જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular