નાસાના સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સૂર્ય માંથી નીકળતી સૌર જ્વાળાને કેપ્ચર કરી છે. આ એક મોટા તોફાનનું સંકેત છે. જેને લઈને GPS સિગ્નલ ખોરવાઈ શકે છે. નાસાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે સવારે 11.35 વાગ્યે સૂર્યએ કેટેગરી X1 ચમક ઉત્સર્જન કર્યું હતું જે તેની અત્યાર સુધીની સૌથી તીવ્ર તીવ્રતા છે. નાસાએ જણાવ્યું છે કે આ તેજસ્વી ચમક R2887 સનસ્પોટથી આવી રહી છે.
વાવાઝોડાને X1 કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આ સૌર વાવાઝોડું આજે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે ટકરાઈ શકે છે. દક્ષિણ અમેરિકામાં તેની અસર જોવા મળી શકે છે. આ તેજ સૂર્ય તોફાન સૂરજના કેન્દ્રમાંથી આવી રહ્યો છે. અને તેની તેજ રોશની સીધી પૃથ્વી પર પડશે. તેજ સૂર્ય તોફાન રેડિએશનનું શક્તિશાળી વિસ્ફોટ છે. જો કે, તેનાથી માણસોને કોઈ નુકસાન નહીં પહોંચાડે. તેની એટલી ચમક હશે કે તે વાતાવરણના સ્તરોને અસર કરી શકે છે જેમાં જીપીએસ અને કમ્યુનિકેશન સિગ્નલ પણ સામેલ છે.