જામનગરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી યાયાવર પક્ષીઓનું આવી પહોંચ્યા છે. ત્યારે લાખોટા તળાવની પાળે વિદેશી અને સ્વદેશી પક્ષીઓ ખુબજ મોટી સંખ્યામાં જોવા મળે છે.
પરંતુ તળાવની પાળે ફરવા આવતા લોકો પક્ષીઓને ગાંઠિયા અને બિસ્કિટ નાખે છે. અને આ ખાવાથી પક્ષીઓના મોત પણ નીપજે છે. ત્યારે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ અને ગ્રીન ફાઉન્ડેશન દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં લાખોટા તળાવની પાળે પક્ષીઓને ગાંઠિયા, બિસ્કિટ ન આપવા પોસ્ટર સાથે લોકોને અપીલ કરવામાં આવી છે. પર્યાવરણપ્રેમી દ્વારા આ અભિયાન ચલાવીને તંત્ર અને જામનગરવાસીઓને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી તરફ તળાવની પાળે પક્ષીઓને નુકશાન થાય તેવી ચીજ વસ્તુનું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવા પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.