દુર્ગ અને ભિલાઈ સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર અજ્ઞાત લોકોએ પથ્થરમારો કર્યો હતો.સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના રાયપુર ડિવિઝન હેઠળ દુર્ગ અને ભિલાઈ સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર અજ્ઞાત લોકોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર કોચની બારી પર અથડાતા નુકસાન થયું હતું.
આરપીએફ જવાનો તરત પહોંચી ગયેલ. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન નાગપુરથી બિલાસપુર આવી રહી હતી. મહારાષ્ટ્રના નાગપુર અને છત્તીસગઢના બિલાસપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની આવી છઠ્ઠી સેવા છે. છાશવારે સર્જાતા અકસ્માતોને લઇને આ ટ્રેન પહેલેથી જ વિવાદમાં રહી છે.