રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાના પોઝિટિવ અહેવાલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં આરંભિક તેજી તેરફી ચાલ જોવાયા બાદ વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ ૧૨૩ ડોલર થઈ જવા સાથે ફુગાવો – મોંઘવારીની અસહ્ય સમસ્યાથી ત્રસ્ત વિશ્વમાં હવે ફુગાવો તેની ટોચની સપાટી નજીક હોવાની સાથે સ્થાનિક સ્તરે દેશના આર્થિક વિકાસ દરમાં વૃદ્વિ છતાં મોંઘવારી, ફુગાવો વધુ વધવાની ચિંતા અને ધિરાણ દરો વધતાં પ્રવાહિતા રૂંધાવવાના અંદાજો સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
રશિયાના યુક્રેન પરના આક્રમણે વિશ્વના અર્થતંત્રને ભારે નુકશાન થયું છે અને અર્થતંત્રના વૃધ્ધિદરમાં ઘટાડો થયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં વિશ્વનો આર્થિક વૃધ્ધિદર ૬.૧% અનુમાનિત હતો. આ યુદ્ધને કારણે ૨૦૨૨મા તે ૩.૬% અને ૨૦૨૩માં પણ તે માત્ર ૩.૬% રહેશે તેવું અનુમાન છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં પણ આ યુદ્ધના લાંબાગાળાની અસરોને કારણે જગતનો આર્થિક વૃધ્ધિદર ૩.૩% સુધી નીચો રહેશે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન સમૃદ્ધ દેશોમા ફુગાવાનો દર ૫.૭% જ્યારે ઉભરતા અને વિકસતા અર્થતંત્રમાં તે ૮.૭% જેટલો મોટો રહેશે. ફુગાવા – મોંઘવારી ઉપર કાબુ મેળવવા માટે દરેક દેશો વ્યાજ દરોમા વધારો કરવાની જાહેરાત કરી રહી છે. ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઓસ્ટ્રેલીયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દક્ષિણ કોરિયા બાદ હવે યુરોપીયન સંઘે પણ મોંઘવારી ઉપર કાબુ મેળવવા માટે જુલાઈ માસમાં ૦.૨૫% અને સપ્ટેમ્બરમાં બીજા ૦.૨૫% વ્યાજ દર વધશે એવી જાહેરાત કરી છે. આ સાથે બેંકે યુરોપીયન સંઘના અર્થતંત્રને ટેકો આપવા માટે છેલ્લા સાત વર્ષથી શરુ કરેલા બોન્ડ પરચેઝ પ્રોગ્રામનો આ મહિનાથી અંત લાવવાની પણ જાહેરાત કરી છે. યુરો ઝોનમાં ફુગાવાનો દર છેલ્લા ૨૩ વર્ષમાં સૌથી ઉંચો ૮.૧% ચાલી રહ્યો છે જયારે સેન્ટ્રલ બેંકના વ્યાજના દર શૂન્યની નજીક છે.
સ્થાનિક સ્તરે પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહે વ્યાજ દરમાં ૦.૫૦%ના વધારાની જાહેરાત સાથે ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારી સરેરાશ ૬.૭% રહેશે એવો અંદાજ બાદ મોંઘવારીની લડતમાં મોટો પડકાર આવીને ઉભો છે. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૨૩ ડોલર આસપાસ પ્રતિ બેરલની ૧૩ વર્ષની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. એટલે ઊંચા ક્રૂડના ભાવ ભારત માટે એક મોટો પડકાર છે. ભારત તેની કુલ ક્રૂડ ઓઇલ જરૂરિયાતના ૮૪% આયાત કરે છે. રશિયા ઉપર વિવિધ દેશોએ પ્રતિબંધ મુક્યા પછી ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે. ક્રૂડ મળી પણ રહ્યું છે પણ તે હજુ કુલ આયાતનો એક અંશ જ છે. બીજું, આયાત માટે ડોલર ચૂકવવા પડે છે. ભારતનો રૂપિયો વિવિધ કારણોસર ડોલર સામે વિક્રમી નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. મારા મતે એવું ચોક્કસ લાગી રહ્યું છે કે મોંઘવારી સામે લડવા માટે આગામી દિવસોમાં રિઝર્વ બેન્કે હજુ પણ વ્યાજદરમાં વધારો કરવો પડશે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૦,૮૩૫.૫૪ કરોડની ખરીદી તેમજ ૦૯ જૂન ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૦,૨૫૫.૬૨ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૪,૨૯૨.૪૭ કરોડની વેચવાલી તેમજ ૦૯ જૂન ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૪,૮૪૧.૦૧ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા….
મિત્રો, ભારતીય શેરબજારમાં એફપીઆઇની વેચવાલીને ધ્યાનમાં લઇએ તો ક્રૂડના વધતા ભાવો, કોવિડ-૧૯ના ત્રીજા વેવ પછી ભારતીય અર્થતંત્રની વૃદ્ધિમાં ઘટાડો, વૈશ્વિક સ્તરે કોમડિટીઝના ભાવમાં ઊછાળો, ફુગાવો, વ્યાજ દરોમાં વધારો તથા જીયો – પોલિટીકલ અસ્થિરતાનો માહોલ યથાવત રહેતા ગત ઓકટોબર માસથી સતત વેચવાલી જોવાઈ રહી છે. ૧૧ વર્ષના ગાળામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં અંદાજીત રૂ.૨.૯૫ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે છેલ્લા બે વર્ષમાં વેચવાલીનો આંકડો અંદાજીત ૩ લાખ કરોડે પહોંચી ગયો છે. ભારતીય શેરબજારમાં એફપીઆઈની જગી વેચવાલીની સામે સ્થાનિક ફંડો તેમજ રોકાણકારોનો ટેકો મળી રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ડીઆઇઆઇની ખરીદી અંદાજીત ૧.૮૭ લાખ કરોડની અને છેલ્લા પાંચ મહિનામાં અંદાજીત ૧.૩૦ લાખ કરોડની ખરીદી નોંધાતા એફપીઆઇની જંગી વેચવાલી છતાં ભારતીય શેરબજાર ટોચથી માત્ર ૧૪% જેવુ ઘટ્યું છે.
ભારતમાં ઊંચા ક્રૂડના ભાવ વચ્ચે પણ ભવિષ્યમાં ભારત વૈશ્વિક સ્તરે ફરીથી આઉટપર્ફોમર રહે અને એફપીઆઈ ભારતીય શેરબજારમાં રોકાણ માટે પહેલી નજર દોડાવશે એવી આશા સાથે જીએસટીની અને સીધા વેરાની આવકમાં વૃધ્ધિ, ઉત્પાદન તેમજ સર્વિસ સેક્ટરની પ્રવૃતિઓમાં વધારો તેમજ ભારતની નિકાસમાં વધારો જેવા માઇક્રો આર્થિક ડેટા ભવિષ્યના સારા સંકેત આપે છે. આ સંજોગોમાં રોકાણકારોએ શું કરવું જોઈએ તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે, ત્યારે મારા અંગત મત મુજબ આ તબક્કે રોકાણકારોએ ફંડામેન્ટલ સ્ટ્રોંગ અને હાઈ ડિવિડન્ડ પેઇડ શેરો લેવા જોઈએ. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ છેલ્લા કેટલાક સપ્તાહમાં આવેલી નરમાઇને કારણે ફંડામેન્ટલ શેરો આકર્ષક ભાવે જોવા મળી રહ્યા છે ત્યારે એકાદ બે વર્ષનાં રોકાણ લક્ષ્ય સાથે તબક્કાવાર રોકાણ કરવું જોઈએ… મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 16208 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16006 પોઇન્ટના પ્રથમ અને 15808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16272 પોઇન્ટથી 16303 પોઇન્ટ, 16373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્કનિફ્ટી ફ્યુચર બંધ :- ( 34534 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 34008 પોઇન્ટના પ્રથમ અને 33808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 34676 પોઇન્ટથી 34808 પોઇન્ટ, 35008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 35008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) ઝાયડસ લાઈફસાયન્સ ( 359 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.330 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.317 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.373 થી રૂ.380 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.388 ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ ( 399 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.383 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.370 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.418 થી રૂ.434 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ ( 328 ) :- રૂ.313 નો પ્રથમ તેમજ રૂ.303 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.347 થી રૂ.360 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
૪) ઓરિયન્ટ ઈલેક્ટ્રિક ( 276 ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.288 થી રૂ.303 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.260 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) હિન્દુસ્તાન પેટ્રોલિયમ ( 237 ) :- રૂ.223 નો પ્રથમ તેમજ રૂ.216 ના સ્ટોગ સપોર્ટથી રિફાઇનરીઓ અને માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.253 થી રૂ.260 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ટાટા મોટર્સ લિ. – ડીવીઆર ( 204 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.188 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.217 થી રૂ.223 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ફાઈનાન્સિયલ ( 183 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.173 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.193 થી રૂ.202 ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) જિંદાલ સ્ટેઈનલેસ ( 113 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.98 આસપાસ રોકાણકારે રૂ.123 થી રૂ.130 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.90 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) એસબીઆઈ લાઈફ ઈન્સ્યુરન્સ ( 1160 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1144 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1174 થી રૂ.1188 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) એચડીએફસી લિમિટેડ ( 2189 ) :- આ સ્ટોક રૂ.2130 નો પ્રથમ તેમજ રૂ.2108 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.2208 થી રૂ.2230 સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1316 ) :- ૩૨૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.1273 નો પ્રથમ તેમજ રૂ.1260 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રેસિડેનશિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.1347 થી રૂ.1370 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 2719 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2770 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2808 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2686 થી રૂ.2670 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2830 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) ઈન્ડીગો ( 1807 ) :- રૂ.1848 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1860 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1787 થી રૂ.1770 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1888 ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ઈન્ફોસિસ લિમિટેડ ( 1480 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1508 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1522 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1466 થી રૂ.1450 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1530 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) બ્રુક્સ લેબોરેટરીઝ ( 98 ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.109 થી રૂ.118 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.88 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જિંદાલ શૉ ( 86 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.80 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.94 થી રૂ.103 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) ટેઈનવાલા કેમિકલ્સ ( 78 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.70 નો પ્રથમ તેમજ રૂ.66 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્લાસ્ટિક પ્રોડક્ટ – ઇન્ડસ્ટ્રીયલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.83 થી રૂ.90 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) થોમસ કૂક ( 63 ) :- રૂ.57 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.67 થી રૂ.73 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.80 ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ 16006 થી 16373 પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )