Sunday, December 22, 2024
Homeબિઝનેસશેરબજારના રોકાણકારોને પણ મળશે સાઇબર સુરક્ષા

શેરબજારના રોકાણકારોને પણ મળશે સાઇબર સુરક્ષા

- Advertisement -

શેરબજારમાં ઈન્વેસ્ટરોના ટ્રેડીંગ ખાતા સુરક્ષિત રહે અને કોઈ સાઈબરફ્રોડ, ડેટાલીક કે હેકીંગનો ભોગ ન બને તે માટે માર્કેટ નિયમનકાર સેબી શેરબ્રોકરો માટે સાઈબર સિકયોરીટી નિયમો દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ઈન્વેસ્ટરોના શેર ટ્રેડીંગ એકાઉન્ટ હેક થવાના તથા તેમના ઈ-મેલનું નિયંત્રણ અન્ય વ્યક્તિના હાથમાં પહોંચી જવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કિસ્સામાં સેબીને ફરિયાદ થવા છતાં કોઈ ઉકેલ આવતો ન હતો. કારણ કે તેની પાસે પણ સાઈબર ફ્રોડ રોકવાની સીસ્ટમ ન હતી. સેબીને પણ ઈન્વેસ્ટરોને ન્યાય અપાવવાનાં પ્રયાસોમાં હતાશાનો જ અનુભવ કરવો પડતો હતો.

- Advertisement -

આ સંજોગોમાં સેબીએ હવે સાઈબર સિકયોરીટી ફ્રેમવર્ક બનાવવા માટે એક પેનલની રચના કરી છે તેમાં માર્કેટ રેગ્યુલેટર સેબી ઉપરાંત સ્ટોક એકસચેંજ તથા બ્રોકર્સ એસોસીએશનના પ્રતિનિધિઓને પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈન્વેસ્ટરોને સાઈબર ફ્રોડ તથા શેર ટ્રેડીંગ એકાઉન્ટને હેક થતા બચાવવાનો સેબીનો ઈરાદો છે. એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્બર્સ ઓફ ઈન્ડીયાના પ્રમુખ કમલેશ શાહે જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular