Wednesday, June 19, 2024
Homeબિઝનેસશેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે..!!!

શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે..!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

વૈશ્વિક મોરચે ઇરાકમાં યુ.એસ. સૈન્ય વિરુદ્ધ રોકેટ હુમલા બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જોય બિડેન દ્વારા સીરિયામાં ઈરાન સમર્થિત લશ્કરી વિરુદ્ધ હવાઈ હુમલો કરવાનો આદેશ આપવાના અહેવાલો વચ્ચે અમેરિકાનાં બજારોમાં બોન્ડ યીલ્ડ વધવા અને ટેક્નોલોજી શેરમાં ભારે વેચવાલીને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાતા ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના પ્રથમ દિવસે અપેક્ષિત ૨૦૦૦ પોઈન્ટના કડાકા સાથે ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે “બ્લેક ફ્રાઈડે” જોવા મળ્યો હતો.

નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા અને બજારને ઐતિહાસિક રીતે ફરી શરૂ કરાવી તેજીના નોંધપાત્ર વેપાર સાથે બુધવારે નિફ્ટી ફ્યુચર રેકોર્ડ બ્રેક ૧૫૫૨૫ પોઇન્ટની ઊંચાઈની નજીક જોવા મળ્યું હતું પરંતુ દેશમાં કોરોના નવા સ્વરૂપમાં સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ દેશના અનેક રાજયો – મહારાષ્ટ્ર, કેરળમાં કડક અંકુશના પગલાં લેવાની ફરજ પડતા લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે અને પેટ્રોલ, ડિઝલના સતત વધી રહેલા ભાવોને લઈ ઓટોમોબાઈલ ઉદ્યોગને આગામી સમયમાં મોટો ફટકો પડવાનું સ્પષ્ટ હોઈ અને એના પરિણામે આર્થિક ગતિવિધિ પર આર્થિક વિકાસને ફરી ફટકો પડવાની ભીતિએ ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ફંડોની સતત નફારૂપી વેચવાલીએ બીએસઇ સેન્સેકસ ૫૦ હજાર પોઈન્ટની નીચી સપાટીએ જોવા મળ્યો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

આગામી નાણાકીય વર્ષમાં ભારતનાં આર્થિક વૃધ્ધી દરમાં ઉછાળાનું અનુમાન સાથે બજેટ બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી બાદ નફારૂપી જોવા મળી રહી છે.FPIએ ગત જાન્યુઆરીમાં પણ અંદાજીત રૂ.૮૯૮૦.૮૧ કરોડ રૂપિયાનું રોકાણ અને ફેબ્રુઆરી માસમાં ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં ૨૫ ફેબ્રુઆરી સુધીમાં અંદાજીત રૂ.૫૦૩૩૯.૬૩ કરોડ રૂપિયાનું મુડીરોકાણ કર્યું છે.

- Advertisement -

અર્થતંત્રની દિશા હજુ પણ કોરાના વાયરસની સ્થિતિ પર જ આધાર રાખી રહી છે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો નવેમ્બર ૨૦૨૦માં અંદાજીત રૂ.૪૮,૩૧૯.૧૭ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૦માં અંદાજીત રૂ.૩૭,૨૯૩.૫૩ કરોડની વેચવાલી, જાન્યુઆરી ૨૦૨૧માં અંદાજીત રૂ.૧૧,૯૭૦.૫૪ કરોડની વેચવાલી તેમજ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૧૭,૮૫૭.૮૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો નવેમ્બર ૨૦૨૦માં અંદાજીત રૂ.૬૫,૩૧૭.૧૩ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૦માં અંદાજીત રૂ.૪૮,૨૨૩.૯૪ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૧માં અંદાજીત રૂ.૮,૯૮૦.૮૧ કરોડની ખરીદી તેમજ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૫૦,૩૩૯.૬૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા….

વૈશ્વિક સ્તરે નવા કોરોના વાઇરસને કારણે લોકડાઉન વધી રહ્યા છે જે હવે સ્થાનિક સ્તરે પહોંચ્યું છે. ભારતમાં ફરી કોરોનાના નવા સ્વરૂપના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ચિંતા વધારી છે તો ફરી ઘણા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનની ભીતિ ઊભી થતાં અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર જેવા ઓધૌગિક રાજ્યમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે.

વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયાં બાદ આઉટલૂકમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે અને અર્થતંત્રના સાતત્યપૂર્ણ વિકાસ અને કોવિડ પૂર્વેની સક્ષમ આર્થિક સ્થિતિ પુનઃ હાંસલ કરવા માટે વૃદ્ધિની ગતિને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા વૃદ્ધિને ઉત્તેજન આપવા આગામી દિવસોમાં જંગી રોકાણ કરવામાં આવશે.

કેન્દ્રિય બજેટમાં સરકાર દ્વારા બજેટની જાહેરાતોના કારણે ગ્રામીણ બજારોમાં હકારાત્મક સેન્ટીમેન્ટ જોવા મળે છે જે માંગમાં તેજી જાળવશે. કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો દર્શાવે છે કે રિકવરી આગળ વધી રહી છે. ઘણી કંપનીઓએ અર્નિંગની અપેક્ષાઓ કરતા ચઢિયાતો દેખાવ કર્યો છે જે દર્શાવે છે કે સ્થાનિક માંગમાં રિકવરી ધારણા કરતા વધારે સારી રહી છે.

વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભારતીય શેરબજારમાં લાંબા સમયથી ઐતિહાસિક અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે અને ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા અનેક રાહતો -પ્રોત્સાહનોના પગલાં હાલ લેવાઈ રહ્યા છે. આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૫૬૫ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૭૩૭ પોઇન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૪૭૪ પોઇન્ટથી ૧૪૩૭૩ પોઇન્ટ,૧૪૩૦૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૪૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૮૮૯ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૦૦૪ પોઇન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઇન્ટથી ૩૫૩૦૩ પોઇન્ટ, ૩૫૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઈન્ડોકો રેમેડીઝ ( ૨૯૫ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૩૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) બ્રિગેડ એન્ટરપ્રાઈઝ ( ૨૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૬૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૨૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) વીએ ટેક વેબેગ ( ૨૮૪ ) :- રૂ.૨૬૬ નો પ્રથમ તેમજ રૂ.૨૫૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) અંબુજા સિમેન્ટ ( ૨૮૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૭ થી રૂ.૩૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૬૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ઓરિયન્ટ ઈલેક્ટ્રિક ( ૨૬૯ ) :- રૂ.૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૩૦ ના સ્ટોગ સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૮૮ થી રૂ.૩૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) જીએચસીએલ લિમિટેડ ( ૨૧૬ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) એલ્જી ઈક્વિપમેન્ટ ( ૧૮૪ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૭૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૦૨ થી રૂ.૨૧૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) હિન્દુસ્તાન કોપર ( ૧૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોપર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦ આસપાસ રોકાણકારે રૂ.૧૬૦ થી રૂ.૧૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!      

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૧૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૦૮ ) :- આ સ્ટોક રૂ.૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૨૪ થી રૂ.૮૪૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) સન ફાર્મા ( ૫૯૯ ) :- ૧૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૫૭૩ નો પ્રથમ તેમજ રૂ.૫૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૩ થી રૂ.૬૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એસીસી લિમિટેડ ( ૧૭૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૧૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) મુથુત ફાઈનાન્સ ( ૧૨૯૧ ) :- રૂ.૧૩૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૪૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) અદાણી પોર્ટ ( ૬૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૦૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૧૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૬૦ થી રૂ.૬૪૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) સ્ટાર સિમેન્ટ ( ૯૮ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જીએસેફ્સી લિમિટેડ ( ૮૮ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ફર્ટિલાઈઝર સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૧૦૨ થી રૂ.૧૧૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) બોદાલ કેમિકલ્સ ( ૭૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સ્પેશિયાલ્ટી કેમિકલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) એજીઆઈ ઈન્ફ્રા ( ૫૭ ) :- રૂ.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૪૩૦૩ થી ૧૪૮૦૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular